મંજૂરી:યુક્રેનથી પરત મેડિકલ વિદ્યાર્થી કોઈ પણ દેશમાં અભ્યાસ પૂરો કરી શકશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ મેડિકલ કમિશને આદેશ જારી કર્યો

નેશનલ મેડિકલ કમિશને યુક્રેનથી પરત ફરેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને કોઇ પણ દેશમાંથી MBBSનો કોર્સ પૂરો કરવાની મંજૂરી આપી છે.

NMCએ મંગળવારે આ સંદર્ભે આદેશ જારી કર્યો, પરંતુ આ આદેશમાં ભારતનો ઉલ્લેખ ન હોવાથી મનાય છે કે, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થી ભારતને છોડીને કોઇ પણ દેશમાંથી અધૂરો કોર્સ પૂરો કરી શકશે.

આ વિદ્યાર્થીઓને યુક્રેનની યુનિવર્સિટી જ ડિગ્રી અપાશે. બીજી તરફ, આ આદેશથી મોટી સમસ્યા સ્થાનિક ભાષા તેમજ ક્લિનિકલ પ્રેક્ટિસમાં આવશે. કેટલાક દેશોમાં સ્થાનિક ભાષા શીખવાથી જ પ્રેક્ટિસની તક મળે છે.

નિષ્ણાતોના મતે સરકાર નિયમો સુધારી વિદ્યાર્થીઓને ભારતમાં ડિગ્રી પૂરી કરવાની તક આપી શકતી હતી.

અન્ય સમાચારો પણ છે...