તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Meat And Eggs Of Kadaknath Chickens Can Be Helpful In Boosting The Immunity Of Corona Patients; Demand For Inclusion In The Diet Of Patients In ICMR

કડકનાથ રિસર્ચ સેંટરનો દાવો:કોરોનાના દર્દીઓની ઇમ્યુનિટી વધારવા કડકનાથ મરઘીઓનું માંસ અને ઇંડા મદદરૂપ બની શકે; ICMRમાં દર્દીઓની ડાયટમાં સમાવેશ કરવાની માંગણી

ઝાબુઆ(મધ્યપ્રદેશ)24 દિવસ પહેલા
કડકનાથ મરઘીનો ફાઇલ ફોટો
  • ટીમ ઇન્ડિયાની ડાયટમાં સમાવેશ કરવા પણ BCCIને પત્ર
  • ઘણા પત્રોનાં હજૂ જવાબ આવ્યા નથી

મધ્યપ્રદેશમાં ઝાબુઆની ઓળખ બની ગયેલ કડકનાથ મરઘી હવે કોરોના સામે લડવામાં પણ ઊપયોગમાં આવી શકે છે. આ દાવો ઝાબુઆ કડકનાથ રીસર્ચ સેંટર અને કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર દ્વારા ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ(DHR)ને મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે.

સંસ્થાઓ એ દાવો કર્યો છે કે કોરાનાની સારવાર લઇ રહેલ દર્દીઓ તથા કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ માટે કડકનાથ મરઘીનો ઉપયોગ ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

રિસર્ચ સેંટરનાં વિજ્ઞાનિકોએ જણાવ્યુકે કડકનાથ મરઘીનું માંસ, ઇંડા અને સુપ પોસ્ટ કોવિડનાં દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે ચરબી ઓછી કરે છે, અને તેમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઇડ્રેડ વધારે માત્રામાં હોય છે. આના સિવાય તેમાં ફેટનું પ્રમાણ ખુબજ ઓછુ હોય છે. આનાથી ઇમ્યુનિટી પણ વધે છે. આ કારણોસર કોરોનાના દર્દીઓની ડાયટમાં આનો સમાવેશ કરવો જોઇએ. કોયમ્બતુર અને ચંડિગઢની 2 લેબોરેટરીનાં રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

ICMR અને DHRને મોકલવામાં આવેલ પત્રમાં વિજ્ઞાન કેંદ્ર ઝાબુઆએ સલાહ આપી છે કે કડકનાથ માંસ, તેના ઇંડા, ડીએચએ, જીંક, આયરનસ, વિટામીન સી, એસેંશિયલ અમીનો એસીડ સાથે અન્ય વિટામીન પણ હોય છે. આ ઇમ્યુનિટી વધારવામાં ખૂબજ ઉપયોગમાં આવી શકે તેમ છે.

શુ છે કડકનાથ મરઘી? અને તેનો ઉછેર કેવી રીતે કરવામાં આવે છે.
કડકનાથ મરઘી એ મરઘીઓની એક એવી બ્રિડ છે કે જેનો ઉછેર મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. આ મરઘીઓ કાળા રંગની હોય છે. અને તેને કાલી માસી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ મરઘીઓનો ઉછેર ઘાર અને ઝબુઆ ગામમાં કરાવામાં આવે છે. પ્રોટીન અને બીજા ઘણા પોષકતત્વો હોવાથી કડકનાથ મરઘીની કિંમત વધારે હોય છે. આ મરઘીઓને કોરોનાની દવામાં લેવાની કોશિશ કરવામા આવી રહી છે.

તમિલનાડુ અને ચંડીગઢની લેબોરેટરીમાં થયા ટેસ્ટ
તમિલનાડુમાં એગ્રીકલ્ચર યૂનિવર્સીટીમાં થયેલ ટેસ્ટ અનુસાર, આ મરધીમાં 5.47% પ્રોટીન, 10.92% ફેટ, 45.39% વિટામિન-C, 9.95% આયરન, 1.82% ઝીંક બતાવવામાં આવી રહ્યુ છે.

કડકનાથ ચિકનની ટેસ્ટ રિપોર્ટ નેશનલ રિસર્ચ ઓફ મીટ ચંડીગઢની છે. તેમાં પ્રોટીન 71.5% થી 73.5%, પ્રોટીન 21 થી 24%, ફેટ 1.94 થી 2.6% બતાવવામાં આવેલુ છે. આ સિવાય તેમાં ફેટી એસિડ્સ અને અનસેચુરેટેડ ફેટી એસિડ્સ પણ જોવાં મળ્યા છે.

આ પહેલા પણ લખવામાં આવેલા ઘણા પત્રોના જવાબ આવ્યા નથી
કૃષિ વિજ્ઞાન કેંદ્ર આ પહેલા દેશની મોટી સંસ્થાઓમાં પત્રો મોકલી ચૂકેલ છે. મોટા ભાગે જવાબ આવ્યા નથી. BCCIને પત્ર લખીને ટીમ ઇંડિયાની ડાયટમાં પણ કડકનાથનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી.

પૂર્વ કેપ્ટન મહેંદ્રસિંહ ધોનીએ પોતાના રાંચી સ્થિત ફાર્મમાં કડકનાથ મરઘીઓને પાળવા ગયા વર્ષે એક પોલ્ટ્રી ફાર્મ ખોલ્યુ હતું. પરંતુ જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ત્યારે મરઘીઓ બર્ડ ફ્લૂની શિકાર થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...