ટ્રેનમાં મુસાફરી કરતા અને શાકાહારી ભોજન જમતા મુસાફરો માટે આઈઆરસીટીસીએ તમારા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેના માટે તેણે ઈસ્કોન મંદિર સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ મુસાફરી દરમિયાન તમને ઈસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટનું સાત્વિક ભોજન મળશે. પ્રથમ તબક્કે હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી આ સુવિધા શરૂ કરાશે.
જોકે ટૂંક સમયમાં તે અન્ય સ્ટેશનોએ પણ શરૂ થશે. ખરેખર અનેક પેસેન્જરને ટ્રેનમાં લાંબી મુસાફરી વખતે શુદ્ધ શાકાહારી ભોજન ન મળવાથી મુશ્કેલી પડે છે. ખાસ કરીને એવા પેસેન્જર જે ડુંગળી અને લસણવાળું ભોજન નથી જમતા. આવા પેસેન્જર પેન્ટ્રી કારથી મળતા કે પછી ઈ-કેટરિંગના માધ્યમથી મળતા ભોજનને લઈને આશંકામાં રહે છે. આ કારણે જ તે પેન્ટ્રીનું ભોજન જમવાથી પરહેજ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.