તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Me Too Campain MJ Akbar Defamation Case Court Verdict Update | Journalist Priya Ramani Acquitted By Delhi Court

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.જે અકબરને ઝટકો:Me Too વિરુદ્ધ માનહાનિ કેસમાં જર્નાલિસ્ટ પ્રિયા રમાણી નિર્દોષ, કોર્ટે કહ્યું- મહિલાઓને દશકાઓ પછી પણ ફરિયાદ કરવાનો હક

11 દિવસ પહેલા
  • કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, મહિલા દશકાઓ પછી પણ તેમની ફરિયાદ રજૂ કરી શકે છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી પ્રિયા રમાણી વિરુદ્ધ દાખલ કરેલો માનહાની કેસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નકારી દીધો છે. અકબર કોર્ટમાં તેમનો કેસ સાબીત ના કરી શકયા તેથી કોર્ટે કહ્યું કે, મહિલાઓને દશકાઓ પછી પણ તેમની ફરિયાદ રજૂ કરવાનો અધિકાર છે. તે સાથે જ રાઉઝ એવન્યુ કોર્ટે માનહાનિ કેસમાં પ્રિયા રમાણીને નિર્દોષ છોડી દીધી છે.

અકબર Vs રમાણી કેસમાં કોર્ટની 10 ટીપ્પણીઓ

  • કોર્ટનું માનવું છે કે, પ્રિયા રમાણીએ જે પણ ખુલાસો કર્યો છે, તે વર્કપ્લેસ પર સેક્શુઅલ હેરેસમેન્ટના વિરોધમાં લેવામાં આવેલું પગલું છે.
  • સમાજે એ સમજવું પડશે કે મહિલાઓ પર યૌન શોષણની અસર કેવી થાય છે.
  • આ પ્રકારનું શોષણ ગરિમા વિરુદ્ધનું છે અને તે આત્મવિશ્વાસ છીનવી લે છે.
  • વ્યક્તિગત ગરિમાની કિંમત પર કોઈની છબી જાળવી ના શકાય
  • જે વ્યક્તિ સોશિયલ સ્ટેટસ રાખે છે તે પણ યૌન શોષણ કરી શકે છે.
  • તે વાતને નજર અંદાજ ન કરી શકાય કે, મોટા ભાગના યૌન શોષણના કેસ બંધ દરવાજામાં જ થતાં હોય છે.
  • વિક્ટિમ ઘમી વખત એ સમજી નથી શકતી કે તેની સાથે શું થયું છે, તેથી મહિલાઓને દશકાઓ પછી પણ તેમની ફરિયાદ રજૂ કરવાનો અધિકાર છે.
  • બંધારણે અનુચ્છેદ 21 અને સમાનતાનો અધિકાર આપ્યો છે. પ્રિયા રમાણીને તેમને ગમતા પ્લેટફર્મ તેમની વાત રજૂ કરવાનો પૂરો હક છે.
  • રામાયણમાં સીતાની મદદ માટે જટાયુ આગળ આવ્યા હતા. જ્યારે લક્ષ્મણને પણ સીતા વિશે જણાવવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની નજર સીતાજીના પગથી ઉપર કદી ગઈ જ નથી. ભારતીય મુલ્યોમાં મહિલાઓ પ્રતિ સન્માનનું આ એક ઉદાહરણ છે.
  • શરમની વાચ એ છે કે, મહિલાઓ વિરુદ્ધ એવા દેશમાં ગુના થઈ રહ્યા છે જ્યાં મહાભારત અને રામાયણ લખવામાં આવી છે.

રમાણીએ વોગ માટે આર્ટિકલ લખ્યો હતો
2017માં જર્નાલિસ્ટ પ્રિયા રમાણીએ વોગ મેગેઝિન માટે આર્ટિકલ લખ્યો હતો. તેમાં તેમણે અંદાજે 20 વર્ષ પહેલાં નોકરી માટે ઈન્ટરવ્યું દરમિયાન બોસ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. 2018માં જ્યારે દેશમાં #MeToo કેમ્પેઈન શરૂ થયું ત્યારે રમાણીએ ખુલાસો કર્યો કે શોષણ કરનાર વ્યક્તિ એમજે અકબર હતા. જ્યારે રમાણીએ ખુલાસો કર્યો ત્યારે અકબર મોદી સરકારમાં મંત્રી હતા. યૌન શોષણના આરોપના કારણે 17 ઓક્ટોબર 2018માં અકબરે મંત્રી પદ છોડવું પડ્યું હતું. અકબરે ત્યારપછી કમાણી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

અકબરે રમાણીના આરોપોને કાલ્પનિક ગણાવ્યા હતા
ટ્રાયલ દરમિયાન અકબરે કોર્ટને જણાવ્યું કે, રમાણીના આરોપ કાલ્પનિક છે. તેનાથી તેમની છબીને નુકસાન થઈ શકે છે. બીજી બાજુ રમાણી તેમના દાવા પર અડગ હતા. આ મામલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર પાંડેએ 1 ફેબ્રુઆરીએ દલીલો સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.

તનુશ્રી દત્તાએ નાના પર આરોપ લગાવ્યો ત્યારપછી ભારતમાં #MeToo કેમ્પેઈન શરૂ કર્યું
2008માં મૂવી હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તનુશ્રી દત્તા સાથે અમુક ઘટના થઈ હતી. તનુશ્રીએ નાના પાટેકર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર આરોપ લગાવ્યો હતો. ત્યારે આ ઘટના એટલી વિવાદમાં નહતી આવી. 10 વર્ષ પછી 2018માં તનુશ્રી ભારત પરત ફરી ત્યારે તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેણે આ ઘટનાનો ફરી ઉલ્લેખ કર્યો હતો. તે સમયે આ ઘટનાને #MeToo સાથે જોડી દેવામાં આવી. ત્યારપછી અભિનેતા આલોક નાથ, કેન્દ્રીય મંત્રી એમજે અકબર, CPI-M કેરળના ધારાસભ્ય માધવન મુકેશ અને ડિરેક્ટર વિકાસ બહલ ઉપર પણ યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વર્ષ 2018માં મીટુ અભિયાન દરમિયાન પત્રકાર પ્રિયા રમાણીએ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એમ.જે અકબર સામે શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. નિર્ણય દરમિયાન કોર્ટે કહ્યું કે, તે વાતને નજર અંદાજ ના કરી શકાય. કારણકે યૌન શોષણ મોટાભાગે બંધ દરવાજાની પાછળ જ થાય છે. કોર્ટે એ વાતને ધ્યાનમાં લીધી છે કે, યૌન શોષણની ફરિયાદ કરવા માટે મેકેનિઝમની કમી હોય છે. શોષણની શિકાર મહત્તમ મહિલાઓ કલંક લાગવા અને ચરિત્રહનનના ડરથી અવાજ ઉઠાવી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો