નેશનલ મેડિકલ કમિશનનો આદેશ:વિદેશથી MBBS કરનારે ઈન્ટર્નશિપ ફી નહીં ચૂકવવી પડે, સ્ટાઈપેન્ડ મળશે

જયપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ વિદેશથી મેડિકલનો અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સને મોટી રાહત આપી છે. વિદેશથી એમબીબીએસ કર્યા બાદ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન(એફએમજીઈ) પાસ કરનારા વિદ્યાર્થીઓએ દેશમાં ઇન્ટર્નશિપ માટે ફી ચૂકવવી નહીં પડે. આટલું જ નહીં આ વિદ્યાર્થીઓને ઈન્ડિયન મેડિકલ ગ્રેજ્યુએટ જેટલું જ સ્ટાઈપેન્ડ પણ મળશે. એનએમસીના ઉપસચિવ શંભુ શરણ કુમારે શુક્રવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. તેની સાથે જ વિદેશથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપની 7.5 ટકા સીટો નક્કી કરાઈ હતી.

હવે 18 નવેમ્બર 2021થી પહેલાં વિદેશથી એમબીબીએસ કરનારા સ્ટુડન્ટ્સે ભારતમાં આવીને એક વર્ષ ઈન્ટર્નશિપ કરવી પડશે. અત્યાર સુધી ફક્ત દિલ્હીમાં ઈન્ટર્નશિપ ફી ચૂકવવી પડતી નહોતી. જ્યારે રાજસ્થાન તથા દક્ષિણનાં રાજ્યોમાં ઈન્ટર્નશિપ માટે 2થી 5 લાખ રૂપિયા આપવા પડતા હતા. એનએમસીએ સ્પષ્ટતા કરી કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ એ ચકાસી લે કે ઈન્ટર્નશિપ માટે અરજી કરતા પહેલાં વિદ્યાર્થીએ એફએમજીઇ ક્વૉલિફાઈ કરી છે કે નહીં?

એજ્યુકેશન એક્સપર્ટ અતુલ બાફનાએ કહ્યું કે 7.5 ટકા સીટ ફોરેન ગ્રેજ્યુએટ્સ માટે રિઝર્વ કરવાથી સ્પર્ધા વધશે. જે કોલેજોમાં પહેલાં આટલી ઈન્ટર્ન સીટ ખાલી રહી જતી હતી હવે ત્યાં સ્ટુડન્ટ્સ ઈન્ટર્નશિપ માટે લેવાશે.તેનાથી વધારાની સીટોની સમસ્યાનો અંત આવશે. ઈન્ટર્ન તરીકે વધારે ડૉક્ટર્સ મળશે.

યુક્રેન અને ચીનની સ્થિતિને કારણે રાહત
યુક્રેનમાં યુદ્ધ અને ચીનમાં કોરોનાના કારણે યાત્રાઓ પર મુકાયેલા પ્રતિબંધને જોતા આ રાહત વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને અપાઈ રહી છે. એનએમસી પહેલાંથી જ ચીનને લઇને એડવાઈઝરી જાહેર કરી ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...