તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:MBBS અને નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના ડ્યૂટી પર લગાવાઈ શકે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ ઓક્સિજન અને ડૉક્ટર, નર્સની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી, નીટ પણ ટળે તેવી શક્યતા

દેશમાં કોરોનાની બીજી લહેરની ઘાતક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ રવિવારે નિષ્ણાતો સાથે સમીક્ષા કરી હતી. તેમાં હોસ્પિટaલોમાં ઓક્સિજન, દવાઓ અને ડૉક્ટર તથા નર્સોની અછત મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે નીટ સ્થગિત કરવામાં આવી શકે છે. તેમજ એમબીબીએસ તથા નર્સિંગના પાસઆઉટ તથા લાસ્ટ યરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને કોરોનાની ડ્યૂટી પર લગાવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર સરકાર આવી ડ્યૂટી કરનારાઓને આર્થિક પ્રોત્સાહન આપવાની સાથે સાથે સરકારી હોસ્પિટલોમાં ભરતીમાં વિશેષ છૂટ પણ આપી શકે છે. આ અંગે સોમવારે જાહેરાત કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...