• Home
  • National
  • Mayawati slams Ashok Gehlot govt for charging bus fare from UP govt for transporting Kota students

કોટા વિદ્યાર્થી મુદ્દો / રાજસ્થાન સરકારે મોકલેલું બસોના ભાડાનું 36.36 લાખનું બિલ યુપી સરકારે ચૂકવી દીધું

રાજસ્થાન સરકારે બિલ મોકલાતા યુપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે રકમ તે પહેલાજ ચૂકવાઈ ગઈ છે.
X

  • રાજસ્થાન રોડવેઝે કોટામાં ફસાયેલા યુપીના વિદ્યાર્થીને 70 બસોથી ઉત્તર પ્રદેશ પહોંચાડ્યા હતા, તેનું બિલ મોકલાયું
  • રાજસ્થાન સરકારની બસો વિદ્યાર્થીઓને લેવા કોટા પહોંચી હતી,, ત્યારે ડીઝલ માટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી 19 લાખ રૂપિયા લીધા હતા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:28 AM IST

લખનઉ. ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાનના કોટાથી તેના વિદ્યાર્થીઓની વાપસી માટે ઉપયોગમાં લેવાયેલી રાજસ્થાન પરિવહન નિગમની બસોના ભાડાના 36.36 લાખ રૂ.ની શુક્રવારે ચૂકવણી કરી દીધી. રાજસ્થાન પરિવહન નિગમે આ બિલ ગુરુવારે મોકલ્યું હતું. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ યુપીમાંથી પરપ્રાંતી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે યોગી સરકારને 1000 બસ આપવાની ઓફર કરી હતી, જે અંગે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ રાજસ્થાન સરકારે કોટાથી વિદ્યાર્થીઓને ઘેર પરત મોકલ્યા તેનું બિલ મોકલી દીધું. એપ્રિલના મધ્યમાં યુપી સરકારે કોટામાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા માટે રાજ્યની બસો તહેનાત કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને સંખ્યા વધુ હોવાથી રાજસ્થાન રોડવેઝની બસો દોડાવાઇ હતી. બિલ ઉપર યુપીના નાયબ મુખ્યમંત્રીએ મોરચો સંભાળતા કહ્યું છે કે આ બિલને તો પહેલાજ  ચૂકવી દેવાયું છે. માયાવતીએ કહ્યું હતું કે આમા ગેહલોત સરકારની દરિદ્રતા અને અમાનવીય વ્યવહાર જોવા મળ્યો છે.

રાજસ્થાન સરાકરે બસોનું બિલ મોકલીને કહ્યું કે યુપી સરકાર આ રકમની તરત ચૂકવણી કરે. રાજ્ય પરિવહન નિગમે કોટોમાં ફસાયેલા યુપીના વિદ્યાર્થીઓ માટે 70 બસ ફાળવી હતી. જેમાં 36 લાખ 36 હજાર 664 રૂપિયાનો ખર્ચ થચો છે. જો કે રાજસ્થાન સરકારની બસો જ્યારે વિદ્યાર્થીઓને લેવા માટે કોટા પહોંચી હતી, ત્યારે ડીઝલ માટે યુપી સરકાર પાસેથી 19 લાખ રૂપિયા લીધા હતા. આમ છતા મોટી રકમનું બિલ મોકલાયું છે.

રાજસ્થાનની ગેહલોત સરકારે ઉત્તર પ્રદેશ સરકારને મોકલેલું 36 લાખ રૂપિયાનું બિલ

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્માએ રાજસ્થાનના દાવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોટાથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજસ્થાન સરકારને બસો માટે ડીઝલ ઉપલબ્ધ કરાવાયું હતું. જેના બદલામાં તેઓએ 5 મેના રોજ રૂ. 19 લાખની ચૂકવણી કરી છે. 8 મેના  રોજ રાજસ્થાન સરકારે યુપી સરકાર પાસે 36 લાખની માંગણી કરી હતી, જેની ચૂકવણી પણ કરી દેવાઈ છે.

યોગી સરકાર લોકડાઉનમાં કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવી હતી
રાજસ્થાનમાં લોકડાઉનને લીધે  ઉત્તર પ્રદેશના 12 હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જેઓને ઉત્તર પ્રદેશ સરકારે ઘરે પહોંચાડ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે 560 બસો મોકલી હતી. સરકારે આશા હતી કે આટલી બસોમાં વિદ્યાર્થીઓ પરત આવી જશે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાન સરકારને વિનંતી કરી હતી કે તેઓ અમુક બસો ફાળવે. આથી રાજસ્થાન સરકારે 70 બસો ફાળવી હતી. 

ભાજપના નેતાનો કટાક્ષભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે કોટાથી ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને પરત લાવતી વેળાએ યુપીની બસોને ડીઝલની જરૂર પડી, દયા છોડો, અડધી રાત્રે ઓફિસ ખોલાવીને પ્રિયંકા વાડ્રાની રાજસ્થાન સરકારે યુપી સરકાર પાસેથી પહેલા 19 લાખ રૂપિયા લીધા ત્યાર પછી બસોને રવાના થવા દીધી. વાહે મદદ.

માયાવતી ગુસ્સે ભરાયા
માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા 12 હજાર વિદ્યાર્થીઓને ઘરે મોકલવાના ખર્ચના રૂપમાં યુપી સરકાર પાસેથી 36.36 લાખ રૂપિયા ચૂંકવવાની માંગ કરી છે, આ તેમની દરિદ્રતા અને અમાનવિય વ્યવહારને દર્શાવે છે. બે પાડોસી રાજ્ય વચ્ચે આવી રાજનીતિ ખુબ દુ:ખદ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી