નજરે બનતાં જુઓ નકલી માવો:બટાકા, ફટકડી અને તેલની ભેળસેળ, 1 કિલો દૂધમાંથી બનાવી દીધો અડધો કિલો નકલી માવો

એક મહિનો પહેલા

દીવાળીની ફેસ્ટિવલ સિઝન શરૂ થતા જ બજારમાં માવાની માંગ અચાનક વધી ગઈ છે. બજારમાં માંગને પુરી કરવા માટે નકલી માવો બજારમાં વેચવામાં આવી રહ્યો છે. સારો નફો રડવા માટે મોટી સંખ્યામાં ભેળસેળ કરાઈ રહી છે. જોકે તેની સીધી અસર કિડની અને લીવર સુધી થઈ રહી છે. જયપુર સહિતના આસપાસના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં નકલી માવાનો સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે ભાસ્કરે કરેલા સ્ટિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જયપુરની આસપાસ નકલી માવાને તૈયાર કરનારાઓનું મોટુ નેટવર્ક છે. આ ગામમાં એક બે નહિ પરંતુ 300થી વધુ ભટ્ટીઓ છે. બસ તમારે તમારી ડિમાન્ડ રાખવાની છે. ટીમે જ્યારે 100 કિલો માવાની ડિમાન્ડ રાખી તો 1 કલાકમાં જ નકલી માવો તૈયાર કરીને સપ્લાઈ કરવાનો દાવો કરવામાં આવ્યો.

આ ગામોમાંથી મોટાભાગના ઘરોમાં ભટ્ટીઓ છે. અહીં સુધી પહોંચવું તે કોઈ જોખમથી ઓછું નથી. ઘણી ફેક્ટ્રીઓ તો ગામથી દૂર જંગલોમાં બની છે. અહીં એક સાથે 15થી વધુ ભટ્ટીઓ પર માવો તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

ટીમ જ્યારે ગામમાં પહોંચી તો નકલી માવો બનાવનારા એક કારીગરે ચોંકાવનારો ખુલાસો કર્યો. કારીગરે જણાવ્યું કે ફેસ્ટિવલમાં માવાની ડિમાન્ડ વધી જાય છે. નકલી માવો તૈયાર કરવો પડે છે. બહારથી 15 દિવસ પહેલા જ કારીગરને ઠેકા પર બોલાવવા પડે છે. મોટાભાગની ભટ્ટીઓ હાલ નકલી માવો તૈયાર કરીને વેચી રહી છે.

માવાની ડિમાન્ડ વધવા પર દૂધનો સપ્લાઈ થઈ શકતો નથી. તે માટે પહેલા 10 કિલો દૂધમાંથી 100 કિલો દૂધ તૈયાર કરવામાં આવે છે. તે પછી તેમાંથી નકલી માવો તૈયાર કરવામાં આવે છે. ગામમાં પકડાઈ જવા પર પણ ડર હોતો નથી. ટીમ આવે છે તો બધુ સેટલ થઈ જાય છે.

કેમેરાની સામે તૈયાર કરવામાં આવ્યો નકલી માવો
આ કારોબાર સાથે જોડાયેલા એક કારીગરે નકલી માવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટલે સુધી કે તેણે નામ ન બતાવવાની શરતે કેમેરાની સામે નકલી માવો બનાવ્યો. તેમણે કહ્યું કે સામાન્ય રીતે 10 કિલો દૂધમાં એક પાઉડર ભેળવીને તે દૂૂધને 100 કિલો બનાવવામાં આવે છે. બાદમાં વાસણમાં દૂધ નાંખ્યા પછી તેને ફાડીને મેદો ભેળવવામાં આવે છે. ફાડીને નાંખવાના કારણે માવો ઝડપથી તૈયાર થઈ જાય છે. તે પછી ચીકાશ લાવવા માટ રિફાઈન્ડ તેલ ભેળવવામાં આવે છે.

કારીગરે ટીમની સામે 2 મિનિટમાં નકલી માવો બનાવીને બતાવ્યો. તેણે જણાવ્યું કે એક કિલો દૂધમાં 100 ગ્રામ માવો નીકળે છે. જોકે નકલી માવો 300 ગ્રામ સુધી બનાવી દઈએ છીએ. જ્યારે તેને પૂછ્યું કે 100 કિલો માવાની ડિમાન્ડને કેટલા દિવસમાં પુરી કરી દો છો તો કારીગરે જણાવ્યું કે થોડા જ કલાકમાં 100 કિવો માવો તૈયાર કરીને બજારમાં સપ્લાઈ કરવામાં આવે છે.

140 રૂપિયાનો ખર્ચ, બજારમાં 250 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે
કારીગરે ટીમને જણાવ્યું કે સામાન્ય દિવસોમાં તેમના ત્યાં રોજ લગભગ 100 કિલોની માંગ રહે છે. જોકે દિવાળી પર તેની માંગ 5 ગણી વધી જાય છે. લગભગ 500 કિલો સુધી માવાનો સપ્લાઈ થાય છે. એક કિલો નકલી માવો બનાવવામાં લગભગ 140 રૂપિયાનો ખર્ચ થાય છે. તેને બજારમાં 220થી 250 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે વેચવામાં આવે છે. જ્યારે શુદ્ધ દૂધથી બનેલા માવાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો છે. આ રીતે લગભગ 100 રૂપિયા પ્રતિ કિલો જેટલો મોટો નફો રડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...