• Gujarati News
 • National
 • Maulana Says Today The Country Is Burning In Religious Enmity, Only Those In Power Are Encouraging

દેવબંદમાં મુસ્લિમોનું સંમેલન:મદની ભાવુક થયા, કહ્યું- અત્યાચાર સહન કરીશું, પણ દેશને મુશ્કેલી નહીં પડવા દઈએ; આવતીકાલે મસ્જિદો અંગે નિર્ણય

સહારનપુર3 મહિનો પહેલા
 • જમિયત ઉલેમા-એ-હિંદ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિની ચિંતા કરે છે
 • મુસ્લિમ શાસકો અને ઇસ્લામિક સંસ્કૃતિ સામેના પાયાવિહોણા આક્ષેપો ફેલાવવામાં આવી રહ્યા છે

યુપીના સહારનપુરમાં મુસ્લિમોના સંમેલનમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની ભાવુક થઈ ગયા હતા. મદનીએ કહ્યું, "જમાત આવતીકાલે મસ્જિદો પર ચર્ચા કરીને નિર્ણય લેશે. નિર્ણય પછી કોઈ પગલું પાછું લેવામાં આવશે નહીં. અમારા દિલ જાણે છે કે આપણી મુશ્કેલીઓ શું છે? હા, મુશ્કેલીઓનો સામનો કરવા માટે તાકાત અને હિંમતની જરૂર પડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે અત્યાચાર સહન કરીશું, અમે દુઃખ સહન કરીશું, પરંતુ અમે અમારા દેશને મુશ્કેલીઓમાં નહીં પડવા દઈએ.

મદનીએ કહ્યું, "મૌન, ધીરજની કસોટી છે. તેઓ શું ઈચ્છે છે? સમજો, હું વારંવાર કહું છું...જેઓ નફરતના પૂજારી છે, આજે તેઓ વધુ દેખાય છે. જો આપણે તેમના જ સ્વરમાં જવાબ આપવાનું શરૂ કરીશું તો તેઓ તેમના હેતુમાં સફળ થશે. આ નિર્ણય નબળાઈને કારણે નહીં, પરંતુ જમિયતની તાકાતને કારણે છે. આપણે દરેક બાબતમાં સમાધાન કરી શકીએ છીએ, પરંતુ સન્માન સાથે સમાધાન સહન કરી શકાય નહીં. તેઓ દેશને અખંડ ભારત બનાવવાની વાત કરે છે. દેશના મુસ્લિમોને ચાલવા સુધી પણ પરેશાન કરી દીધા છે. તેઓ દેશ સાથે દુશ્મની કરી રહ્યા છે. "

યુપીના સહારનપુરમાં મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદનું એક મોટું સંમેલન ચાલી રહ્યું છે. જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય સચિવ મૌલાના નિયાઝ અહેમદ ફારુકીએ કહ્યું, "આજે આપણો દેશ ધાર્મિક દુશ્મનાવટ અને નફરતની આગમાં સળગી રહ્યો છે. યુવાનોને આ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. દેશના મુસ્લિમ નાગરિકો, ભૂતકાળના મુસ્લિમ શાસકો અને ઇસ્લામિક સભ્યતા તથા સંસ્કૃતિ સામેના પાયાવિહોણા આક્ષેપો જોરશોરથી ફેલાવવામાં આવી રહ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સત્તામાં રહેલા લોકો જ તેમને મુક્તપણે પ્રોત્સાહન આપી રહ્યા છે.

દિલનાં મંદિરો તૂટી જશે તો મંદિર-મસ્જિદનું શું થશેઃ નિયાઝ
જ્ઞાનવાપી મુદ્દાના પ્રશ્ન પર જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય સચિવ મૌલાના નિયાઝ અહેમદ ફારુકીએ કહ્યું, "દરેક શાસકે ભૂલો કરી છે, જે આપણે ભોગવી રહ્યા છીએ. તેમને સુધારવા માટે આપણે સાથે બેસીને ઉકેલ શોધવો પડશે. આપણું દિલ આનાથી મોટું છે, જ્યાં ભગવાન અને અલ્લાહ બેઠેલા છે. જો આપણે આપણા હૃદયને વિભાજિત કરી દઈશું તો આ મંદિરો અને મસ્જિદોનું શું થશે. જો આપણું દિલ સાચું હશે તો આપણો હેતુ ધાર્મિક હશે. એવો કોઈ વિવાદ ન થવા દો કે જે આપણા સંબંધને તોડી નાખે. પછી ભલે આ મંદિર અને મસ્જિદ તૂટે કે બને, એનાથી કોઈ ફરક નહીં પડે.

ઇસ્લામ વિરુદ્ધ દુશ્મનાવટનો પ્રચાર દેશની બદનામી લાવી રહ્યો છે: નિયાઝ
મૌલાના નિયાઝ અહેમદે કહ્યું, "જમિયત ઉલમા-એ-હિંદ ચિંતિત છે કે ભીડના મેળાવડામાં મુસ્લિમો અને ઇસ્લામ સામે દુશ્મનાવટનો પ્રચાર કરીને આપણા દેશને દુનિયામાં બદનામ કરવામાં આવી રહ્યો છે. એને કારણે આપણા દેશના વિરોધી તત્ત્વોને આંતરરાષ્ટ્રીય ફોરમ પર પોતાના એજન્ડાને આગળ વધારવાની તક મળી રહી છે. આવી સ્થિતિમાં જમિયત ઉલેમા-એ-હિંદ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિની ચિંતા કરે છે. ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે એવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં આવે, જે લોકશાહી માટે હાનિકારક અને નાગરિકો વચ્ચે ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો વિરુદ્ધ તેમ જ ઇસ્લામ પર આધારિત છે."

મૌલાના નિયાઝ અહેમદ ફારુકીની મહત્વની વાતો...

 • રાજકીય વર્ચસ્વ માટે બહુમતીની ધાર્મિક લાગણીને લઘુમતીઓ વિરુદ્ધ ઉશ્કેરવી એ દેશ સાથે દુશ્મની છે.
 • મુસ્લિમોને પ્રતિક્રિયાત્મક અભિગમ અપનાવવાને બદલે રાજકીય સ્તરે કટ્ટરવાદી ફાસીવાદી શક્તિઓ સામે એકજૂથ થઈને લડવાની અપીલ છે.
 • જો ફાસીવાદી સંગઠનો વિચારે છે કે દેશના મુસ્લિમો જુલમની સાંકળોમાં જકડાઈ જશે તો એ તેમની ભૂલ છે.
આ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદનો ઝંડો છે, જેને ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
આ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદનો ઝંડો છે, જેને ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

25 રાજ્યમાંથી લોકો આવ્યા છે
જમિયત ઉલેમા-એ-હિંદના કાર્યક્રમમાં 25 રાજ્યમાંથી લોકો આવ્યા છે. એમાંથી મુખ્યત્વે મહારાષ્ટ્રમાંથી આવેલા મૌલાના નદીમ સિદ્દીકી, યુપીના મૌલાના મોહમ્મદ મદની, તેલંગાણાના હાજી હસન, મણિપુરના મૌલાના મોહમ્મદ સઈદ, કેરળના ઝકરિયા, તામિલનાડુના મૌલાના મસૂદ, બિહારના મુફ્તી જાવેદ, ગુજરાતથી નિસાર અહેમદ, રાજસ્થાનના મૌલાના અબ્દુલ વાહિદ ખત્રી, આસામથી હાજી બસીર, ત્રિપુરાથી અબ્દુલ મોમીન આવી પહોંચ્યા છે. સાંસદ મૌલાના બદરુદ્દીન અજમલ, પશ્ચિમ બંગાળમાં મમતા સરકારમાં મંત્રી મૌલાના સિદ્દીકી ઉલ્લા ચૌધરી અને શૂરા સભ્ય મૌલાના રહેમતુલ્લા કાશ્મીરી સહિત અનેક મોટી હસ્તીઓ પણ દેવબંદ પહોંચી છે. આ ઉપરાંત ઝારખંડ, ઉત્તરાખંડ, પ. બંગાળમાંથી પણ મુસ્લિમ સંગઠનોના લોકો આવ્યા છે.

આ પંડાલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ બધી બાજુઓથી ઢંકાયેલો છે.
આ પંડાલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ બધી બાજુઓથી ઢંકાયેલો છે.

પાંચ વીઘા જમીનમાં પંડાલ બનાવ્યો, 20 એસી લગાવ્યા
જમિયત ઉલેમા-એ-હિંદના સંમેલનમાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી જમિયત સાથે જોડાયેલા લોકો બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ પાંચ વીઘા જમીનમાં સંપૂર્ણ કવર્ડ એસી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં અઢી ટનના 20થી વધુ એસી લગાવવામાં આવ્યાં છે. મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા હોટલ ઉપરાંત ઇદગાહ મેદાનમાં બનેલા પંડાલમાં પણ કરવામાં આવી છે.

ત્રણ સત્રમાં બેઠક

 • પ્રથમ સત્ર: 28 મે સવારે 8:45થી બપોરે 1:00 વાગ્યા સુધી (દિવસ)
 • બીજું સત્ર: 28 મે સાંજે 7:30થી 9:30 (રાત્રે)
 • ત્રીજું સત્ર: 29મી મે સવારે 8:45થી બપોરે 1:00 વાગ્યા સુધી (દિવસ)
આ કાર્યક્રમ દેવબંદમાં દારુલ ઉલૂમ પાસે ઇદગાહ મેદાનમાં રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દેવબંદમાં દારુલ ઉલૂમ પાસે ઇદગાહ મેદાનમાં રાખવામાં આવ્યો છે.

દેવબંદની બેઠક દિલ્હીમાં નક્કી કરવામાં આવી હતી
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક જ્ઞાનવાપી, મથુરા અને કુતુબમિનાર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે. જમિયતે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમની જાહેરાત અચાનક નથી થઈ. 15મી માર્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેમાં ખુદ દેવબંદનો આ કાર્યક્રમ નક્કી હતો. એ સમયે જ્ઞાનવાપી અને મથુરા જેવા મુદ્દાઓ શરૂ પણ થયા ન હતા. જોકે જમિયત સાથે જોડાયેલા લોકો નિશ્ચિતપણે કહે છે કે આ ત્રણ સત્રમાં દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થશે. આમાં ચર્ચાનો મુદ્દો કંઈપણ હોઈ શકે છે.

એક્સ્ટ્રા ફોર્સ અને LIU એલર્ટ
પોલીસ-પ્રશાસન દ્વારા પણ કોન્ફરન્સને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દેશભરમાંથી પ્રતિનિધિ મંડળો અને ઉલામાઓની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી વધારાનાં દળો બોલાવવામાં આવ્યાં છે. પંડાલ અને નજીકના LIU પણ એલર્ટ છે. એસએસપી આકાશ તોમરનું કહેવું છે કે કોન્ફરન્સની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સંમેલન સ્થળે એક કંપની PAC, ત્રણ પોલીસ-ઈન્સ્પેક્ટર, દસ સબ-ઈન્સ્પેક્ટર, છ મહિલા કોન્સ્ટેબલ અને 40 કોન્સ્ટેબલ તહેનાત કરવામાં આવશે.

સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ ઉપરાંત એક કંપની PAC પણ ગોઠવવામાં આવી છે.
સ્થળ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ ઉપરાંત એક કંપની PAC પણ ગોઠવવામાં આવી છે.

જ્ઞાનવાપી પર જમિયતનું સ્ટેન્ડ- કેસ રસ્તા પર ન લાવવો જોઈએ, કોર્ટમાં પેન્ડિંગ છે
જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ 18 મેના રોજ જ જ્ઞાનવાપી મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. એક અખબારી નિવેદન જારી કરીને તેમણે કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો સાંપ્રદાયિક તત્ત્વોની પ્રવૃ્ત્તિને કારણે જાહેર અને ન્યાયિક સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે. બે સમુદાય વચ્ચે કેટલાક અસામાજિક તત્ત્વો વચ્ચે તિરાડ પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં જમિયત ઉલેમા-એ-હિંદ ભારતની તમામ જનતાને, ખાસ કરીને ભારતના મુસ્લિમોને સહાનુભૂતિપૂર્વક અપીલ કરે છે કે-

 • જ્ઞાનવાપી મસ્જિદ જેવા મુદ્દાઓને રસ્તા પર ન લાવવા જોઈએ અને જાહેર પ્રદર્શન ટાળવાં જોઈએ.
 • આ મામલામાં મસ્જિદ ઈન્તેજામિયા કમિટી એક પક્ષ તરીકે કોર્ટમાં કેસ લડી રહી છે. દેશની
 • અન્ય સંસ્થાઓને અપીલ છે કે તેઓ આ બાબતમાં સીધો હસ્તક્ષેપ ન કરે, બસ જે પણ મદદ કરવાની છે. એ અપ્રત્યક્ષ રીતે સમિતિને કરો.
 • ઉલેમાઓ અને વક્તાઓએ ટીવી ડિબેટ અને ચર્ચાઓમાં ભાગ લેવાનું ટાળવું જોઈએ. મામલો કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી જાહેરમાં બોલવું એ દેશ અને મુસ્લિમોના હિતમાં નથી.
અન્ય સમાચારો પણ છે...