તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maulana priests Get Salary In Vote Politics, How Priests Of Small Temples Fill Their Stomachs

સંત સમિતિનો PMને પ્રશ્ન:વોટની રાજનીતિમાં મૌલાના-પાદરીઓને મળે છે વેતન, નાના મંદિરોના પુજારી કેવી રીતે ભરે પેટ

વારાણસી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી - Divya Bhaskar
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી

અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ શનિવારે વારાણસીમાં કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં દેશભરના મઠ અને નાના મંદિરો બંધ છે. મોટા મંદિરો પર સરકારોનો કબ્જો છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવે કે આ નાના મઠ-મંદિરોના પુજારી તથા સેવાદાર પોતાનું તથા પરિવારનું પેટ કેવી રીતે ભરે. જ્યારે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ છે ત્યારે પુજારી તથા સેવાદાર શું કરે. તેમના વિશે કોણ વિચારશે.​​​​​​

લઘુમતિના મતોના રાજકારણ માટે તેમની ચિંતા સૌ કરે છે
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80 કરોડ લોકોના પરિવારની ચિંતા કરી છે, પણ આ પુજારીઓ તથા સેવાદારો અંગે કોઈ વિચાર કર્યો નથી. લઘુમતિના મતોના રાજકારણ માટે ચર્ચના પાદરીઓ તથા મસ્જિદોના મૌલાનાઓના વેતનની સૌ ચિંતા કરે છે. શું તેમના વેતનની સતત ચિંતા કરનારાઓએ ક્યારેય તપાસ કરી છે કે પુજારીઓ અને સેવાદારોના ઘરોના ખર્ચ કેવી રીતે ચાલી રહ્યા છે? કોઈ પુજારી કે સેવાદાર લખપતિ કે કરોડપતિ નથી,જે ઘરે બેઠા પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે છે.

સનામત ધર્મની ધિરજની પરીક્ષા ન કરો, માંગ પર ધ્યાન આપો
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે સરકાર સનામત ધર્મની ધિરજની પરીક્ષા ન લે. દેશની સરકાર અને જવાબદાર પદો પર બેઠેલા લોકો સમક્ષ અખિલ ભારતીય સંત સમિતિ માગ કરે છે કે તેઓ ધનથી ભરેલા મંદિરો પર પોતાનો કબ્જો છોડી દે અને તે અમને ફરી સોંપી દેવામાં આવે. જેથી અમે નાના મંદિરોના પુજારીઓ તથા સેવાદારોનો ખર્ચ ઉઠાવી શકીએ. અથવા નાના-મોટા તમામ મંદિરોના પુજારીઓ તથા સેવાદારો અંગે વિચાર કરી તેમના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે.