તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mathematics Of Labor Census Why Does The Government Want To Keep A Record Of Every Business?

ભાસ્કર 360 ડિગ્રી:શ્રમગણનાનું ગણિત - સરકાર શા માટે દરેક વ્યવસાયીનો રેકોર્ડ રાખવા ઇચ્છે છે?

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • દેશમાં પહેલી વાર જાન્યુઆરી, 2021થી સરકાર દરેક વ્યવસાયીની ગણતરી શરૂ કરશે
  • સરકાર પાસે પરપ્રાંતીય શ્રમિકોના પલાયનનો પણ રેકોર્ડ નથી

દેશમાં પહેલી વાર શ્રમગણના થવા જઇ રહી છે. એટલે કે દેશમાં દરેક વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયીઓની ગણતરી કરાશે. ડૉક્ટર હોય કે માળી...સરકાર દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો હિસાબ રાખશે. નોંધનીય છે કે સરકાર પાસે લૉકડાઉનમાં કામ છોડીને વતન પાછા ફરેલા શ્રમિકોનો પણ વાસ્તવિક આંકડો નથી. લોકસભામાં આ અંગેના એક સવાલ પર સરકારની ટીકા થઇ હતી. ત્યાર બાદ સરકારે હવે દેશમાં પહેલી શ્રમગણના હાથ ધરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, લૉકડાઉનમાં સૌથી કફોડી હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઇ હતી. આઝાદી બાદ પલાયન અને વિસ્થાપનની દર્દનાક તસવીરો જોવા મળી હતી. જોકે, કેન્દ્ર સરકાર રોજગાર અને શ્રમ સુધારા મામલે સતત કામ કરી રહી છે, જેના ભાગરૂપે સરકારે શ્રમ કાયદામાં ફેરફાર પણ કર્યા છે. તે છતાં દેશના લેબર ફોર્સમાં કોઇ સંતોષકારક સુધારો નથી જણાતો.

લેબર ફોર્સ પાર્ટિસિપેશનમાં મહિલાઓની હિસ્સેદારી 24 ટકા
સ્થિતિ એ છે કે દેશ પાસે લેબર ફોર્સના સાચા આંકડા પણ નથી. સૌથી મોટી સમસ્યા સંગઠિત ક્ષેત્રની છે. ઇકોનોમિક સરવે 2018-19 મુજબ દેશના કુલ વર્ક ફોર્સમાંથી 93 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો છે, જેનો આંકડો અંદાજે 41 કરોડ છે. 2018માં આવેલા ઇન્ડિયા સ્પેન્ડના એક રિપોર્ટ મુજબ દેશમાં દર વર્ષે 47 લાખ લોકો વર્કફોર્સમાં જોડાઇ જાય છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જોઇએ તો તેમાં મહિલાઓની હિસ્સેદારી અંદાજે 24 ટકા છે. ટ્રેન્ડિંગ ઇકોનોમિક્સ મુજબ, દેશમાં સપ્ટેમ્બર, 2020માં બેરોજગારી દર 6.7 ટકા રહ્યો. એપ્રિલમાં આ રેકોર્ડ 23.5 ટકા હતો. આ રિપોર્ટ દ્વારા જાણીએ કે સરકાર કેવી રીતે રોજગારી પૂરી પાડવા સંદર્ભે આંકડા એકત્રિત કરે છે?

6 મુદ્દાના આધારે જાણો શ્રમગણના શું છે?
1. 93% કર્મચારી અસંગઠિત ક્ષેત્રના, એટલા માટે હાલ કોઈ રેકોર્ડ નથી...
દેશમાં કામ કરી રહેલાં કે પછી કામ શોધી રહેલા અથવા કામ માટે ઉપલબ્ધ લોકોને વર્ક ફોર્સ હેઠળ મનાય છે. 2012માં સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 48.7 કરોડ હતી. તેમાંથી લગભગ 93% હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. 2008માં શ્રમ મંત્રાલય દ્વારા જારી એક રિપોર્ટમાં મંત્રાલયે આ સંગઠિત ક્ષેત્રને મુખ્યરૂપે ચાર હિસ્સામાં વહેંચી રાખ્યો છે. તેમાં વ્યવસાય અને કામની પ્રકૃતિ મુખ્ય આધાર છે પણ સરકાર પાસે હાલ આ પ્રકારના કોઈ સ્પષ્ટ આંકડા નથી કે કેટલા લોકો કયા ક્ષેત્રમાં કયંુ કામ કરી રહ્યાં છે. ખાસ કરીને કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન મોટી સંખ્યામાં મજૂરોઅે શહેરોથી પાછા પગપાળા ચાલી ઘરે પાછા ફરવું પડ્યું. કામ ન હોવાને લીધે કેટલા મજૂરો પાછા ફર્યા અને કેટલા ફરી કામે આવ્યા તેના આંકડા કોઈની પાસે નથી. સરકારના શ્રમ મંત્રાલય અનુસાર શ્રમગણનાની જરૂર એટલા માટે પણ છે કેમ કે રાજ્ય કર્મચારીઓ-પ્રોફેશનલ્સની સૂચના સમયસર નથી મળતી કાં પછી એમ્પ્લોયર તે અંગે માહિતી આપવામાં વિલંબ કરે છે.

2. હવે લેબર બ્યૂરો ગણતરી કરાવશે, સંસ્થાનોએ આ માહિતી આપવી પડશે
ગણતરી કેન્દ્રીય શ્રમ મંત્રાલય હેઠળ કામ કરનાર લેબર બ્યૂરો કરશે. તેમાં દરેક વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિની ગણતરી થશે. સરવેમાં જિલ્લા સ્તરે ફેક્ટરી, ઓફિસ, હોસ્પિટલ અને આરડબ્લ્યૂએ જેવાં સંસ્થાનો પાસેથી પ્રોફેશનલ્સના આંકડા મેળવાશે. તેની સાથે જ દરેક જિલ્લામાં મર્યાદિત હાઉસહોલ્ડ સરવે પણ કરાશે. તે હેઠળ દેશમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએથી લઈને મજૂર, માળી, રસોઈયા એટલું જ નહીં ડ્રાઈવરને પણ ગણતરીમાં સામેલ કરાશે.

3. હાલ રોજગારી સાથે જોડાયેલો સરવે એનએસએસઓ કરે છે, આ રીતે કામ થાય છે
દેશમાં સત્તાવાર રીતે રોજગારીના સરકારી આંકડા નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશન (એનએસએસઓ) દ્વારા જારી કરાય છે. આ સંસ્થા વિવિધ માધ્યમોથી રોજગાર સંબંધિત આંકડા ભેગા કરે છે. એનએસએસઓના મુખ્ય ચાર ભાગ છે.

સર્વેક્ષણ ડિઝાઈન અને વિશ્લેષણ વિભાગ: તેનું કામ સર્વેક્ષણોની ટેકનિકલ યોજના, કોન્સેપ્ટ, પરિભાષા, ડિઝાઈન મોડલ, ઈન્ક્વાયરી શેડ્યુલ વગેરે બનાવવાથી લઈને સર્વેક્ષણ પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે.
ફિલ્ડ કાર્ય પ્રભાગ (એફઓડી): તેનો 6 આંચલિક કાર્યાલય, 49 ક્ષેત્રીય કાર્યાલય અને 118 ઉપ-શ્રેત્રીય કાર્યાલયોનું નેટવર્ક છે. તે પ્રાથમિક ડેટાના સંકલનનું કામ કરે છે.
ડેટા સંસાધન પ્રભાગ (ડીપીડી): આ વિભાગ સેમ્પલ સિલેક્શન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, રિસોર્સ, સર્વેક્ષણના માધ્યમથી ભેગા કરાતા ડેટાની કાયદેસરતા અને તેની ઈન્ડેક્સ તૈયાર કરવાનું કામ કરે છે.
સમન્વય અને પ્રકાશન વિભાગ: આ વિભાગ એનએસએસઓના તમામ કાર્યક્રમોનું સમન્વય કરીને જુદા જુદા સામાજિક-આર્થિક સર્વેક્ષણના પરિણામોના સંબંધમાં રાષ્ટ્રીય સ્તરે જાણકારી પ્રદાન કરે છે.

4. બેરોજગારી દરની ગણતરી કઈ રીતે કરાય છે?
સરકારની ટીકાઓમાં બેકારી દર વધવો એ સૌથી મોટો મુદ્દો હોય છે. અર્થશાસ્ત્રીઓએ બેકારી દર માપવા માટે એક ફોર્મુલા તૈયાર કરી છે.
બેકારી દર- બેકારોની સંખ્યા/શ્રમ શક્તિ (લેબર ફોર્સ)
તેનો અર્થ જેટલા લોકો કામ કરવા માટે ઉપલબ્ધ છે, તેમને હાલના કામની સંખ્યાથી ભાગાકાર કર્યા પછી જે સંખ્યા મળે છે, તેને 100 ગણી કરીને બેકારી દર નક્કી કરાય છે. ઉદાહરણ તરીકે, જો 30 હજાર બેકાર છે તો 1 લાખની શ્રમશક્તિ કે 1 લાખ લોકો કામ કરવા લાયક છે, તો બેકારી દર આ રીતે નક્કી કરાય.
30000/100000 = 0.3, હવે તેને 100 સાથે ગુણાકારથી મળશે 30. એટલે કે બેકારી દર 30 ટકા હશે.

5. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં બેકારી દર શું રહ્યો છે?

6. USમાં બેકારી અને રોજગારીની ગણતરી કેવી રીતે થાય છે?
અમેરિકાના શ્રમ મંત્રાલય હેઠળ કામ કરતું બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ દર મહિનાની શરૂઆતમાં પાછલા મહિનાના બેકારી અને રોજગારી પ્રાપ્ત લોકોના આંકડા જારી કરે છે, જેમાં આ લોકો સાથે સંકળાયેલી જુદી જુદી માહિતી હોય છે. આ માટે 1940થી કરન્ટ પોપ્યુલેશન સરવે કરાઈ રહ્યો છે. આ સરેવના આધારે દર મહિને બેકાર લોકોની જાણકારી ભેગી કરાય છે. 1942માં યુએસ સેન્સસ બ્યૂરોએ તેની જવાબદારી લીધી હતી. આ માટે લગભગ 60 હજાર ઘરને ચિહ્નિત કરાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી સરવેમાં અનેકવાર સુધારા-વધારા કરાઈ ચૂક્યા છે.

સ્રોત: વર્લ્ડ બેન્ક, એનએસએચઓ, સ્ટેટેસ્ટિક્સ
એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલય, યુએસ લેબર બ્યૂરોના રિપોર્ટ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો