તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Temple Will Open From August 16, The Shrine Board Will Quickly Issue A SOP; The Journey Has Been Closed For Four And A Half Months Following Corona

વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી શરૂ થશે:16 ઓગસ્ટથી ખુલશે મંદિર, શ્રાઈન બોર્ડ ઝડપથી SOP બહાર પાડશે

એક વર્ષ પહેલા
  • એક દિવસમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની લિમિટ નક્કી કરવામાં આવી
  • વૈષણોદેવી ભવન, ભૈરવ ઘાટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે

વૈષ્ણોદેવીની યાત્રા 16 ઓગસ્ટથી શરૂ થશે. કોરોનાના કારણે 19 માર્ચે યાત્રાને રોકવામાં આવી હતી. અનલોક-3માં જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વૈષ્ણૌદેવી યાત્રા માટે અલગથી કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી, જોકે એમ કહેવાઈ રહ્યું છે કે શ્રદ્ધાળુઓની સીમિત સંખ્યાની સાથે યાત્રા શરૂ કરવામાં આવશે.

શ્રાઈન બોર્ડ ઝડપથી ગાઈડલાઈન્સ બહાર પાડશે
યાત્રા દરમિયાન શું છુટ મળશે અને ક્યાં પ્રતિબંધો ચાલુ રહેશે, તે અંગે શ્રાઈન બોર્ડ ઝડપથી ગાઈડલાઈન્સ બહાર પાડશે. એમ કહેવાઈ રહ્યું છે કે તમામ એન્ટ્રી ગેટ્સ પર સેનિટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવશે. વૈષ્ણોદેવી ભવનની સાથે જ અર્ધકુવારી અને ભૈરવ ઘાટીમાં પણ થર્મલ સ્કેનિંગની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આ વર્ષે અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી
અમરનાથ શ્રાઈન બોર્ડ, લોકલ એડમિનિસ્ટ્રેશન, સીઆરપીએફ-પોલીસ અને લેફ્ટિનન્ટ ગવર્નરની વચ્ચે ગત મહિને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 5 જુલાઈએ લેફ્ટિનન્ટ ગર્વનરને પવિત્ર ગુફામાં દર્શન કર્યા હતા. તેમનું કહેવું હતું કે કોરોનાના પગલે હાલ યાત્રા કરવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...