• Gujarati News
  • National
  • Mastermind, The Creator Of Sully Deal App, Was Arrested From Indore. The Accused Is 25 Years Old

ભાસ્કર LIVE અપડેટ્સ:આસામના CM હિમંત બિસ્વા સરમાનું તેલંગાનામાં વિવાદિત નિવેદન, કહ્યું- ઓવૈસીનું નામોનિશાન નહીં રહે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (ફાઈલ ફોટો) - Divya Bhaskar
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (ફાઈલ ફોટો)
  • સુલ્લી ડીલ એપ બનાવનાર માસ્ટરમાઇન્ડની ઇન્દોરમાંથી ધરપકડ, આરોપીની ઉંમર 25 વર્ષની છે

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તેલંગાનામાં ભાષણ આપતા અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું- જે રીતે આર્ટિકલ 370ને ખતમ કરાયો અને જે રીતે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું, તેવી જ રીતે તે દિવસ દૂર નથી કે જ્યારે અહીં(તેલંગાના)માંથી નિઝામ અને ઓવૈસીનું નામ અને નિશાન ભૂંસાય જશે. ભારત હવે જાગી ગયું છે. ભારતના લોકો ખોટાં સેક્યુલર અને સાંપ્રદાયિક રાજનીતિ કરનારાઓની વાત નહીં માને.

બિહારમાં ભાજપ ઝાટકો, નરકટિયાગંજની MLA રશિમ વર્માએ આપ્યું રાજીનામું

​​​​​​​બિહારના રાજકારણ જોવા મળતી ઉથલપાથલ વચ્ચે ભાજપનો ઝાટકો લાગ્યો છે. બિહારના નગરકટિયાગંજ વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય રશ્મિ વર્માએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યું હોવાની જાણકારી સોશિયલ મીડિય પર શેર કરી છે. સાથે જ પત્ર લખીને રાજીનામું આપ્યું હોવાનું કારણ જણાવ્યું છે. જો કે બિહાર વિધાનસભા સ્પીકર વિજયકુમાર સિન્હાએ આવો કોઈ જ પત્ર નથી મળ્યો તેમ જણાવ્યું છે.

12 જાન્યુઆરીથી શરૂ થશે NEET PG કાઉન્સેલિંગ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી

NEET PG કાઉન્સેલિંગ 12 જાન્યુઆરીથી શરૂ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે જાણકારી આપી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા નિર્ણયમાં PG કોન્સેજ માટે કાઉન્સેલિંગ તાત્કાલિક શરૂ કરવાનું કહ્યું હતું. આ સાથ ેજ કોર્ટે પોતાના નિર્ણયમાં 2021-22ના સત્ર માટે EWS(આર્થિક રૂપથી નબળો વર્ગ)ના 10% અને OBCના 27% અનાતમને યથાવત રાખ્યું છે.

PM મોદી 12 જાન્યુઆરીએ કરશે 25માં નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર 25માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી છે.

સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસમાં, મોગા વિધાનસભાથી ચૂંટણી લડી શકે છે

એક્ટર સોનુ સૂદની બહેન માલવિકા સૂદ સચ્ચરે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેઓએ શનિવારે મોડી સાંજે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. માનવામાં આવે છે કે કોંગ્રેસની ટિકિટ પરથી મોગા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ રાજકારણમાં આવશે તેવી ચર્ચા ચાલતી હતી. તે મોગાની રાજકીય પ્રવૃતિઓમાં સક્રિય છે. 38 વર્ષની માલવિકા મોગા શહેરમાં પોતાના સોશિયલ વર્કને લઈને પણ ઘણાં જ જાણીતા છે. તે શિક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં પોતાના સામાજિક કાર્યો માટે જાણીતા છે.

લક્ષદ્વીપ અને લદ્દાખમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂંક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 2 રાજ્યોમાં ભાજપના નવા અધ્યક્ષની વરણી કરી છે. જ્યાં લદ્દાખમાં ફુનચોક સ્ટેનજિનને કમાન સોંપવામાં આવી છે, તે લક્ષદ્વીપમાં
કે.એન.કાસ્મિકોયા પ્રદેશ અધ્યક્ષ હશે.

પ્રકાશ પર્વ નિમિત્તે PM મોદીની મોટી જાહેરાત, હવે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે ઊજવવામાં આવશે

ગુરુ પ્રકાશ પર્વ પ્રસંગે PM મોદીએ મોટી જાહેરાત કરી છે. ગુરુ ગોવિંદ સિંહ જયંતી 'ગુરુ પર્વ' પ્રસંગે રવિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક વર્ષ 26 ડિસેમ્બરે 'વીર બાલ દિવસ' તરીકે ઊજવવામાં આવશે. આ નિર્ણય ગુરુ ગોવિંદ સિંહજીના ચાર સાહેબજાદાને શ્રદ્ધાંજલિ આપવા તરીકે માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ગુરુ ગોવિંદ સિંહજીની જયંતીના પ્રકાશ પર્વ પ્રસંગે મને જણાવતા ખુશી થાય છે કે હવે ડિસેમ્બરની 26 તારીખે ભારત વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ગોવિંદ સિંહજીના ચારેય સાહેબજાદોને એક ખરી શ્રદ્ધાંજલિ હશે.

વડાપ્રધાને તેમના ટ્વીટમાં વધુમાં કહ્યું હતું કે વીર બાળ દિવસ એ દિવસ છે કે જે દિવસે સાહિબજાદે જોરાવર સિંહ, સાહિબજાદે ફતેહ સિંહ આ દેશ માટે શહીદ થઈ ગયા હતા અને તેમને દીવાલમાં જીવતા ચણી લેવામાં આવેલા. આ મહાન વિભૂતિયોએ અન્ય કોઈના ધર્મની પસંદગી કરવાને બદલે મોતને પસંદ કરેલું.

PM એ વધુમાં કહ્યું હતું કે માતા ગુજરી દેવી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના ચાર સાહિબજાદોની વીરતા ભારતના કરોડો લોકોને એક હિંમત આપે છે. આ મહાન લોકો ક્યારેય અન્યાયની સામે આગળ ઝૂક્યા નથી. હવે આ એવો સમય છે કે જ્યારે લોકો તેમના વિશે વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

માસ્ટરમાઇન્ડ ઓમકેશ્વર ઠાકુરની ઇન્દોરમાંથી ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમ સુલ્લી ડીલ એપ બનાવનાર માસ્ટર માઈન્ડ ઓમકેશ્વર ઠાકુરની ઈન્દોરમાંથી ધરપકડ કરીને તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. 25 વર્ષીય આરોપીએ ઈન્દોર IPS એકેડમીમાંથી BCA કર્યું છે. તેણે જુલાઈ 2021માં સુલ્લી ડીલ એપ બનાવી હતી.

આ એપ દ્વારા મુસ્લિમ મહિલાઓના ફોટા અપલોડ કરીને તેમની હરાજી કરવામાં આવી રહી હતી. અગાઉ બુલ્લી બાઈ એપ કેસમાં દિલ્હી પોલીસની વિશેષ ટીમે નાગૌરના યુવકની ધરપકડ કરી હતી. આ બે એપ દ્વારા મુસ્લિમ મહિલાઓની હરાજી કરવામાં આવતી હતી.

દિલ્હી અને એનસીઆરમાં વરસાદ
દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ ઝરમર વરસાદ પડ્યો છે. જાન્યુઆરી મહિનામાં ચોમાસાની સીઝન જેવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક કલાકોમાં હજી પણ હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

વર્ષના પ્રથમ વરસાદે છેલ્લા 22 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે
જ્યારે, દિલ્હીમાં વર્ષના પ્રથમ વરસાદે છેલ્લાં 22 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે એક દિવસમાં મહત્તમ 46.8 મિમી વરસાદ નોંધાયો હતો. આ પહેલાં 7 જાન્યુઆરી 1999ના રોજ એક જ દિવસમાં 46 મિમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...