• Gujarati News
  • National
  • Massive Landslide Caught On Camera In Uttarakhand's Joshimath. The Only Road To Badrinath Was Completely Closed.

ભૂ-સ્ખલનનો LIVE વીડિયો:જોશીમઠનો હાથી પહાડ તૂટતાં શિલાઓ નીચે ધસી આવી, બદ્રીનાથ જતો એકમાત્ર રસ્તો પણ સંપૂર્ણ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ ડરામણા દૃશ્યો ઉત્તરાખંડના ચમોલીના જોશીમઠ પાસેના હાથી પહાડના છે. હાથી પહાડ પર અવારનવાર ભૂ-સ્ખલન થવાથી વિશાળ શિલાઓ તૂટીને આ રીતે નીચે આવતી હોય છે. આજે પણ આવું જ એક ભયાનક કહી શકાય તેવું ભૂ-સ્ખલન થતાં જ મહાકાય શિલાઓ ગબડીને નીચે આવી હતી. ભૂ-સ્ખલનમાં હાથી પહાડનો કેટલોક ભાગ તૂટીને બદ્રીનાથ નેશનલ હાઈવે પર આવીને પડ્યો હતો. કુદરતના કોપનાં આ દૃશ્યો કેટલાક સહેલાણીઓએ પણ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યાં હતાં. પહાડની ટોચ પરથી ગબડેલા મોટા મોટા પથ્થરો ઉપરથી જ વિનાશ નોંતરીને નીચે તરફ ધસી આવ્યા હતા. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ભૂ-સ્ખલનના કારણે તૂટેલા મોટા પથ્થરો જ્યાં જ્યાંથી ગબડીને આગળ વધે છે ત્યાં પાછળ તબાહીરૂપી તાંડવ સર્જ્યું છે. જોશીમઠથી 8 કિલોમીટર દૂર હાથી પહાડ પર સર્જાયેલી દુર્ઘટનાને પગલે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તો હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.