ઈદ સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ચીફ રાજ ઠાકરેએ પુણેમાં હનુમાન ચાલીસા વાંચી. પુણેના કુમઠેકર રોડ પર સ્થિત ખાલકર ચોક પર બનેલા મારુતી મંદિરની બહાર આયોજિત કાર્યક્રમમાં રાજ હજારો સમર્થકોની સાથે સામેલ થયા. તેમને મહાઆરતી પણ કરી.
કાર્યક્રમ પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એક વખત રાજ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું, 'જે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરવાનો દાવો કરે છે, તેઓ તેની પહેલી બે ચોપાઈ પણ દિલથી ન ગાઈ શકે. તેઓ રાષ્ટ્રગાન અને વંદ માતરમ પણ સરખી રીતે ગાઈ ન શકે.'
આ સાંપ્રદાયિક રમખાણની સ્થિતિ ઊભી કરી રહ્યાં છેઃ રાઉત
શિવસેનાના નેતા રાઉતે કહ્યું, "સાંપ્રદાયિક રમખાણની સ્થિતિ ઊભી કરવી અને ચૂંટણી જીતવી હવે એક પેટર્ન અને પેકેજ છે. પરંતુ આ દેશને ટુકડાઓમાં વ્હેંચી નાખશે. ડેસિબલની માન્ય મર્યાદા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી છે. લાઉડસ્પીકરની રાજનીતિ સામાજિક અશાંતિ તરફ લઈ જાય છે." રાઉતે કહ્યું, "અહીં સુધી બે મહાન હિન્દુત્વ નેતાઓ સ્વાતંત્ર્યવીર સાવરકર અને બાલાસાહેબ ઠાકરેએ પણ આ મુદ્દાને ઉઠાવ્યો ન હતો. કોઈએ આવું ન કરવું જોઈએ."
આદિત્ય ઠાકરેએ પણ હનુમાન ચાલીસાના પાઠ કર્યા
મનસેના આજે પુણેના આયોજન પહેલા મુંબઈમાં યુવા સેના ચીફ આદિત્ય ઠાકરેએ પોતાના દાદા પ્રબોધન ઠાકરે દ્વારા સ્થાપિત મુંબઈના ગિરગાંવ સ્થિત સીપી ટેન્ક હનુમાન મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમને હજારો સમર્થકોની સાથે આરતી કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા. આ કાર્યક્રમ પછી આદિત્ય ઠાકરેએ કહ્યું હું અયોધ્યા જઈશ, તારીખ ટૂંક સમયમાં જ જણાવીશ.
રાઉત વિરૂદ્ધ મનસેએ લગાડ્યા હતા વિવાદાસ્પદ પોસ્ટર
આ પહેલા સંજય રાઉત દ્વારા રાજ ઠાકરેની તુલના AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી સાથે કરવાથી નારાજ મનસેના કાર્યકર્તાઓએ શિવસેનાના મુખપત્ર ગણાતા 'સામના' અખબારની ઓફિસની બહાર રાજ ઠાકરેની તસવીરવાળું એક મોટું પોસ્ટર લગાવ્યું હતું. જેમાં સંજય રાઉતને ચેતવણી આપતા કહેવાયું હતું કે થોડા વર્ષ પહેલા મનસેના કાર્યકર્તાઓને સંજય રાઉતની કારને પલટાવી દીધી હતી. શું તે ઘટના ફરી કરવી જોઈએ? આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે સંજય રાઉત પોતાનું લાઉડસ્પીકર બંધ કરે, નહીંતર મનસે પોતાની સ્ટાઈલમાં તેને બંધ કરાવશે.
માતોશ્રીની બહાર એકઠાં થયા હતા સેંકડો શિવસૈનિક
આ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી'ની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિક એકઠાં થયા હતા. તેઓ શિવસેનાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. હકિકતમાં આજે જ સાંસદ નવનીત રાણાએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની ચેતવણી પણ આપી હતી. માનવામાં આવે છે કે તેમને રોકવા માટે સેંકડોની સંખ્યામાં શિવસૈનિક હાથમાં ભગવા ધ્વજ લઈને ત્યાં પહોંચ્યા હતા. અથડામણને જોતા માતોશ્રીની બહાર મોટી સંખ્યામાં ફોર્સ તહેનાત કરી દેવાઈ હતી.
પુણેમાં થનારી મહાઆરતી પહેલા પોસ્ટર જાહેર થયું હતું.
પુણેમાં હનુમાન જયંતી નિમિતે રાજ ઠાકરે દ્વારા આયોજિત હનુમાન ચાલીસાને લઈને એક પોસ્ટર જાહેર કરાયું હતું. જેમાં લોકોને મહાઆરતીમાં ભાગ લેવાનું કહેવાયું હતું. પોસ્ટરમાં રાજ ઠાકરેને હિન્દુ જનનાયક જણાવવામાં આવ્યા હતા. પોસ્ટરને જો ધ્યાનથી જોવામાં આવે તો રાજ ઠાકરે તેમાં ભગવા રંગની શાલ ઓઢેલા નજરે પડે છે. તેમનો આ ગેટઅપ બાલાસાહેબ ઠાકરે જેવો જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.