તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
23 સપ્ટેમ્બર 1869ના રોજ ઉત્તરીય આયર્લેન્ડમાં મેરી માલોનનો જન્મ થયો. મેરી જ્યારે 15 વર્ષની હતી, ત્યારે તે આયર્લેન્ડથી અમેરિકા આવી ગઈ. અહીં આવીને તેણે કુકિંગ અને નોકરાણીનું કામ કર્યુ. 1900થી 1907 સુધી મેરીએ ન્યૂયોર્કના 8 પરિવારોમાં નોકરાણી તરીકે કામ કર્યું. તેમાંથી 7 પરિવારોમાં ટાઈફોઈડ નામની બીમારી ફેલાઈ. ટાઈફોઈડ અંગે માનવામાં આવે છે કે આ બીમારી કોઈ કેરિયર વિના ફેલાતી નથી.
1906ના અંતમાં એક પરિવારમાં ટાઈફોઈડની બીમારી ફેલાઈ. આ જ પરિવારમાં મેરી કામ કરતી હતી. તેના પછી અમેરિકાના એક ડિટેક્ટિવ જ્યોર્જ સોપરને જવાબદારી મળી કે તે શોધે કે ટાઈફોઈડની બીમારી ક્યાંથી ફેલાઈ રહી છે, જ્યારે ત્યાં તો તેની કોઈ હિસ્ટ્રી પણ નથી. 15 જૂન, 1907ના રોજ જ્યોર્જ સોપરે પોતાનું ફાઈન્ડિંગ છાપ્યું, જેમાં લખ્યું કે એ પરિવારને ટાઈફોઈડ ફેલાયો તેના પહેલા જ મેરીને પોતાને ત્યાં કામ પર રાખી હતી અને બીમારી ફેલાયાના ત્રણ સપ્તાહ પછી મેરી ત્યાંથી ચાલી ગઈ. સોપરે આશંકા વ્યક્ત કરી કે મેરી જ ટાઈફોઈડની કેરિયર છે.
સોપરનું ફાઈન્ડિંગ સામે આવ્યા પછી ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટે મેરીની ધરપકડ કરી લીધી. પછી જ્યારે મેરીના સેમ્પલ્સની તપાસ કરાઈ તો ખ્યાલ આવ્યો કે તેના ગોલ બ્લેડરમાં ટાઈફોઈડના બેક્ટેરિયા છે. તેના પછી 19 માર્ચ, 1907ને મેરીને ક્વોરેન્ટાઈન કરી દીધી. તેમને ન્યૂયોર્કના નોર્થ બ્રધર આઈસલેન્ડમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવી. સપ્તાહમાં ત્રણ વાર તેના સેમ્પલ લેવાવા લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે મેરીમાં ટાઈફોઈડનું કોઈ લક્ષણ હતું જ નહીં. આ જ કારણ હતું કે તે જાણ્યે-અજાણ્યે ટાઈફોઈડની કેરિયર બની ગઈ હતી. અને આ જ કારણે તેનું નામ પણ ટાઈફોઈડ મેરી પડી ગયું હતું.
લગભગ 3 વર્ષ સુધી ક્વોરેન્ટાઈન રહ્યા પછી મેરીને આજના જ દિવસે 1910માં ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી મુક્ત કરાઈ. તેને એ શરત પર છોડવામાં આવી કે તે હવે કુકિંગ કે નોકરાણીનું કામ નહીં કરે. ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી નીકળ્યા પછી મેરીએ અહીંતહીં કંઈક કામ કર્યુ પણ વધુ દિવસો સુધી કામ ન કરી શકી.
1915માં મેરીએ ન્યૂયોર્કની એક મહિલા હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યુ. તેના પછી ત્યાંની 25 દર્દી ટાઈફોઈડથી સંક્રમિત થઈ ગઈ. બીજીવાર જ્યોર્જ સોપરને તેના માટે બોલાવવામાં આવ્યા. તેમણે મેરીને ઓળખી લીધી. તેના પછી મેરીને 27 માર્ચ 1915ના રોજ ફરીથી નોર્થ બ્રધર આઈસલેન્ડની એક હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરી દેવાઈ. પોતાના મોતથી 6 વર્ષ પહેલા મેરી પેરેલાઈઝ્ડ થઈ ગઈ. 11 નવેમ્બર 1938ના રોજ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં જ ન્યુમોનિયાના કારણે મેરીનું મોત થયું.
રિપોર્ટ્સ અનુસાર, મેરીના કારણે 50થી વધુ લોકો ટાઈફોઈડથી સંક્રમિત થયા હતા. તેમાંથી ત્રણનાં મોત થયા હતા. મેરીનો કેસ દુનિયાનો પ્રથમ એવો કેસ હતો, જેમાં કોઈ એસિમ્પ્ટમેટિક કેરિયરને જબરદસ્તીથી ક્વોરેન્ટાઈન કરાયા હોય.
ભારત અને દુનિયામાં 19 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ
2019ઃ હિન્દીના પ્રસિદ્ધ કવિ નામવર સિંહનું નિધન
2008ઃ ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબાના રાષ્ટ્રપતિનું પદ છોડ્યું.
2003ઃ યુએઈએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ શેખ અને તેના સાથી એઝાઝ પઠાણને ભારતને સોંપ્યો.
1997ઃ ચીનના સર્વોચ્ચ નેતા ડેંગ જિએઆઉપિંગનું 92 વર્ષની વયમાં નિધન. ડેંગ જિએઆઉપિંગને આર્થિક સુધારાઓ માટે પણ ઓળખવામાં આવે છે.
1986ઃ દેશમાં પ્રથમવાર કમ્પ્યુટરથી રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરવાની શરૂઆત થઈ.
1978ઃ ગાયક પંકજ મલિકનું નિધન. તેમને 1972માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
1891ઃ અમૃત બાજાર મેગેઝીનનું પ્રકાશન ડેલી થવા લાગ્યું.
1630ઃ છત્રપતિ શિવાજીનો જન્મ
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.