તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમે જોયું જ હશે કે કાર અથવા ટુ વ્હીલરના ટાયરનું બેલેન્સ બગડી જાય તો વાહન ચલાવતા સમયે ડગમગવા લાગે છે. એ જ રીતે, મંગળ ગ્રહ પણ તેની ધરી પર સીધો ફરી રહ્યો નથી. તે ડગમગી રહ્યો છે. આ રહસ્યમય ઘટનાને લઈને વૈજ્ઞાનિકો પણ ઘણા હેરાન થઈ રહ્યા છે. ડગમગી રહ્યો હોવાના કારણે પોતાની ધરી પર મંગળની પરિભ્રમણની ગતિ નબળી પડી રહી છે. અમેરિકન જિયોફિઝિકલ યુનિયન દ્વારા હાલમાં જ આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
મંગળ ગ્રહ (Mars) પોતાની ધરી પર સીધો ફરી રહ્યો નથી. તે હાલક-ડોલક અને ડગમગતા ફરી રહયો છે. મંગળ ગ્રહ દર 200 દિવસ પર પોતાની ધારીથી 4 ઇંચ જુદો થઈ રહ્યો છે. આ પ્રક્રિયાને ધ ચેન્ડલર વોબલ (The Chandler Wobble) કહે છે. તેનું નામ ખગોળશાસ્ત્રી સેથ કાર્લો ચેન્ડલર (Seth Carlo Chandler)ના નામ પર રાખવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રક્રિયા લગભગ એક સદી પહેલા શોધી હતી.
મંગળ આ રીતે આપણા સૌરમંડળમાં ફરી રહેલો બીજો ગ્રહ બની ગયો છે. મંગળ પહેલાં પોતાની ધરી પર સીધા ન ફરવાનો રેકોર્ડ ફક્ત પૃથ્વી પાસે હતો. અમેરિકન જિયોફિઝિકલ યુનિયન (American Geophysical Union - AGU)ના અનુસાર આ એવી ભૌગોલિક પ્રવૃત્તિ છે જેમાં કોઈ પણ ગ્રહ સીધો પોતાની ધરી પર ફરતો નથી. એવું લાગે છે કે તેના બેલેન્સમાં પરિવર્તન આવ્યું છે.
પૃથ્વી પણ ડગમગે છે. તે પોતાની ધરીથી 30 ફૂટ ખસી ચૂકી છે. પૃથ્વીની ડગમગાહટ 433 દિવસ પછી એકવાર દેખાય છે. જ્યારે મંગળ ગ્રહનું ડગવું તે દર 200 દિવસે એકવાર દેખાય છે. આ ડગમગાટ તે વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક કોયડો છે, પરંતુ કેટલીક ગણતરીઓના આધારે, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે થોડીક સદીઓમાં પોતાની રીતે જ આવું થવાનું સમાપ્ત થઇ જશે.
જો કે, પૃથ્વીનું ડગમગાટ ધીમે ધીમે મજબૂત અને લાંબી થતી જઈ રહી છે. તેની પાછળ વાતાવરણ અને મહાસાગરોના દબાણને કારણે પરિવર્તન જવાબદાર હોઈ શકે છે. પરંતુ મંગળનું ડગમગવું તે ખૂબ રહસ્યમય છે. ડેટા વિશ્લેષણના 18 વર્ષ પછી નવા અધ્યયન મુજબ વૈજ્ઞાનિકો ફક્ત એટલું જ જાણી શકે છે કે મંગળ ગ્રહ ડગમગી રહ્યો છે. તેઓ આ પાછળનું કારણ શોધી શક્યા નથી.
આ અભ્યાસ ત્રણ ઉપગ્રહોથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહો છે - મંગળ ઓડિસી (Mars Odyssey), મંગળ રિકોનેંસેંસ ઓર્બિટર (Mars Reconnaissance Orbiter)અને મંગળ ગ્લોબલ સર્વેયર (Mars Global Surveyor). વૈજ્ઞાનિકોએ એકવાર વિચાર્યું હતું કે આ ડગમગાવાનું જાતે જ સમાપ્ત થઈ જશે, પરંતુ તે વર્ષ-દર વર્ષે વધુ મજબૂત થતું જઈ રહ્યું છે.
મંગળ પર કોઈ સમુદ્ર નથી, તેથી એવું માનવામાં આવે છે કે ત્યાંના વાતાવરણના દબાણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહનું ડગમગવું સમાપ્ત થઈ રહ્યું નથી. જો કે, આ વિશે વધુ અભ્યાસની જરૂર છે. નાસાના જેપીએલ પર કાર્યરત એરોસ્પેસ એન્જિનિયર એલેક્સ કોનોપ્લિવે કહ્યું કે આ ડગમગાટને યોગ્ય રીતે આંકવા માટે વર્ષો સુધી સાચા ડેટાનું વિશ્લેષણ કરવું પડશે. બધા સાથે યોગ્ય રીતે મોનિટરિંગ કરવું પડે છે.
ભવિષ્યમાં એવી સંભાવના હોઇ શકે છે કે મંગળ તેની ધરી પર ફરતી વખતે આટલું ડગમગવા લાગશે કે તેની ગતિ નબળી પડતી જશે. કારણ કે કોઈ પણ ગ્રહ તેની પોતાની ધરી પર ફરવાનું કારણ તેના કેન્દ્રમાં રહેલા આવરણનો બાહ્ય પડ હોય છે એટલે કે આ પડની સાથેનો યોગ્ય તાલમેળ. જો આ તાલમેળ બગડે તો ગ્રહ તૂટી શકે છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.