મેરિટલ રેપ કેસમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ વિશે સુનાવણીમાં બંને જજે તેમના મત જાહેર કર્યા હતા. હાઈકોર્ટના જસ્ટિસ શકધરે કહ્યું હતુ કે IPCની કલમ 375, બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. જ્યારે જસ્ટિસ સી. હરિશંકરનું કહેવું છે કે મેરિટલ રેપને કોઈ કાયદાનું ઉલ્લંઘન ના માની શકાય. બેન્ચે અરજી કરનારને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે.
મેરિટલ રેપ એટલે કે પત્નીની સહમતી વગર તેની સાથે સંબંધ બનાવવાના કેસમાં 21 ફેબ્રુઆરીએ કોર્ટમાં NGO આરટીઆઈ ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વુમન્સ એસોસિયેશન અને બે વ્યક્તિ દ્વારા 2015માં દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીઓ પર મેરાથન સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
મહિલાઓ સાથે અન્યાય છે મેરિટલ રેપ
IPCની કલમ 375ના અપવાદ 2 મેરિટલ રેપને ગુનાથી મુક્ત રાખે છે. તે કહે છે કે પતિનું પત્ની સાથે સંબંધ બનાવવો રેપ નથી. અરજીમાં એ આધાર પર અપવાદને ખતમ કરવાની માગણી કરી છે કે આ અપવાદથી મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. આ અન્યાયમાં પરિણીત મહિલાઓ સાથે તેમના પતિ યૌનશોષણ કરે છે.
મેરિટલ રેપ ગુનો ના માનવો જોઈએ- કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે મેરિટલ રેપને ગુનો ના માનવાની ભલામણ કરી છે. 2017માં કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે ભારત આંખ બંધ કરીને પશ્ચિમનું અનુસરણ ના કરી શકે અને તેથી જ આપણે મેરિટલ રેપને ગુનો ના કહી શકીએ. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે 2017માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ વિશે વિચાર કરાશે.
જાન્યુઆરી 2022માં ફરી શરૂ થઈ સુનાવણી
જાન્યુઆરી 2022માં જ્યારે ફરી સુનાવણી શરૂ થઈ ત્યારે સરકારે કોર્ટને કહ્યું હતું કે મેરિટલ રેપને ત્યાં સુધી ક્રાઈમ ના ગણી શકાય જ્યારે દરેક પક્ષ સાથે ચર્ચા પૂરી ના થઈ જાય. એ માટે ક્રિમિનલ લૉમાં ઘણા મોટા ફેરફાર કરવા પડશે. 7 ફેબ્રુઆરીએ કોર્ટે કેન્દ્ર સરકારને બે સપ્તાહ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે કેન્દ્ર પાસેથી જવાબ ના મળવાને કારણે બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.