તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Marcos Commando Of The Navy At Pangong Lake Is Given The Helm, The Army And Air Force Are Already Taking The Front

ચીનની ચાલબાજી સામે ભારતની ઘેરાબંધી:પેંગોંગ સરોવરમાં નૌકાદળના માર્કોસ કમાન્ડોને સૂકાન સોંપાયું, આર્મી અને વાયુદળ અગાઉથી જ મોરચો સંભાળી રહ્યા છે

નવી દિલ્હી8 મહિનો પહેલા
લદ્દાખમાં નેવીના કમાન્ડોને ગોઠવાથી તેમને અસહ્ય ઠંડીની સ્થિતિમાં ઓપરેશનનો અનુભવ મળી શકે છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
લદ્દાખમાં નેવીના કમાન્ડોને ગોઠવાથી તેમને અસહ્ય ઠંડીની સ્થિતિમાં ઓપરેશનનો અનુભવ મળી શકે છે- ફાઈલ ફોટો

​​​​નૌકાદળે લદ્દાખના પૂર્વ ભાગમાં આવેલા પેંગોંગ સરોવર પાસે તેના સૌથી શક્તિશાળી અને ખતરનાક માર્કોસ કમાન્ડો ગોઠવ્યા છે. આ વિસ્તારોમાં એરફોર્સના ગરુડ કમાન્ડો અને આર્મીની પેરા સ્પેશિયલ ફોર્સ અગાઉ જ ગોઠવાયેલી છે. લદ્દાખના પૂર્વ ભાગમાં ચીન સાથેના તણાવનો અંત લાવવા માટે ભારત સતત વાતચીત કરી રહ્યું છે. જોકે, ચીનની ચાલબાજીને જોતા અહીં શક્તિ વધારવામાં આવી રહી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં માર્કોસ ગોઠવવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી ત્રણેય સેનાના સૌથી શ્રેષ્ઠ કમાન્ડો લદ્દાખની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ્ય સંકલન કરી શકે. તેમને ગોઠવવાથી માર્કોસને હાડ ગાળી નાંખે તેવી ઠંડીમાં પણ ઓપરેશન હાથ ધરવાનો અનુભવ મળી શકશે.

ચીનની સેના સામે માર્કોસ કમાન્ડો ગોઠવવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્કોસ કમાન્ડો એવા વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે કે જ્યાં ભારતીય અને ચીની સેના આ વર્ષ એપ્રિલ બાદ એકબીજાની સામે ગોઠવાયેલ છે. નૌકાદળના કમાન્ડોને પણ જલ્દીથી સરોવરમાં ઓપરેશન માટે નવી બોટ પણ મળી જશે.

ગરુડ કમાન્ડો, પેરા સ્પેશ્યલ ફોર્સ અગાઉથી ફરજ છે
અત્યાર સુધીમાં લદ્દાખમાં આર્મી અને એરફોર્સની મૂવમેન્ટ ચાલી રહી હતી. હવે તેમા નેવીનો પણ સમાવેશ થઈ ગયો છે. સેનાની પેરા સ્પેશિયલ ફોર્સ અને કેબિનેટ સેક્રેટેરિએટની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LaC) પર ગોઠવવામાં આવેલી છે. બીજી બાજુ સ્થિતિ બગડવાના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા શિખરો પર એરફોર્સના સ્પેશિયલ ગરુડ કમાન્ડોને અગાઉથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. આ કમાન્ડો એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે.

IGLA એક સોલ્જર ફાયર્ડ સિસ્ટમ છે. તેને ખભા પર રાખી દુશ્મના એરક્રાફ્ટને નિશાન બનાવી શકાય છે. જેનો ઉદ્દેશ ચીનના ફાઈટર જેટ અથવા અન્ય એરક્રાફ્ટ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન ન કરે તે છે.

સ્પેશિયલ ફોર્સે શિખરો પર કબ્જો કર્યો હતો
આર્મી અને એરફોર્સની બે લડાકુ ટુકડીઓએ 6 મહિનાથી વધારે સમયથી ઈસ્ટર્ન લદ્દાખમાં ખડેપગે છે. 29-30 ઓગસ્ટના રોજ સ્પેશિયલ ફોર્સની મદદથી LaC પર મહત્વના શિખરો પર કબ્જો કરી લીધો હતો. બીજી બાજુ, ચીને પણ LaC પર તેની સ્પેશિયલ ટ્રૂપ્સ ગોઠવી દીધી છે.

કાશ્મીરમાં પણ નેવી કમાન્ડો ગોઠવવામાં આવ્યા
ભારતીય નૌકાદળે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદનો સામનો કરવા માટે વૂલર લેક એરિયામાં માર્કોસને ગોઠવ્યા છે. એરફોર્સે વર્ષ 2016માં પઠાણકોટ હુમલા બાદ કાશ્મીર ઘાટમાં ગરુડ કમાન્ડોને ગોઠવવાનું શરૂ કર્યું હતું જેથી તેમને જમીની ઓપરેશનનો અનુભવ મળી શકે. તે એ સમયના આર્મી ચીફ અને વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની યોજનાનો એક ભાગ હતો.

ગરુડ કમાન્ડોએ આતંકવાદીઓના ગ્રુપનો સફાયો કર્યો હતો
કાશ્મીરમાં ગોઠવવામાં આવ્યા બાદ ગરુડની ટીમે તેની ક્ષમતાને સાબિત કરી દીધી હતી. તેમણે આતંકવાદીઓના એક સંપૂર્ણ ગ્રુપનો ખાતમો બોલાવી દીધો હતો. આતંકવાદી ગ્રુપે મુંબઈમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનાર જહીર ઉર રહમાન લખવીનો ભત્રીજો લીડ કરી રહ્યો હતો.

આતંકવાદીઓના ખાતમા માટેના આ ઓપરેશન માટે ગરુડ ફોર્સને એક અશોક ચક્ર, ત્રણ શૌર્ય ચક્ર અને અન્ય અનેક વીરતા પુરસ્કાર મળ્યા હતા. આ ઓપરેશન બાદ વાયુ સેના કાશ્મીરમાં વ્યૂહરચના માટે સતત ગરુડ ટીમ મોકલી રહ્યું છે. બીજી બાજુ, આર્મી પાસે પણ અનેક સ્પેશિયલ બટાલિયન છે. આ ફોર્સિસે વર્ષ 2016માં પાકિસ્તાનમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.