તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Marble Laden Container Car Overturns, Four People Including A Woman Killed After Being Pressurized

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર પર પડ્યું કન્ટેનર, 4નાં મોત:ઓવરટેક દરમિયાન સામેથી આવતું વાહન જોઈને સંતુલન ગુમાવી બેઠો ટ્રકચાલક, ગાડીનો કચ્ચરઘાણ

પાલી17 દિવસ પહેલા

રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે સવારે એક ભીષણ એક્સિડન્ટમાં 4 લોકોનાં મોત થયાં છે. ઓવરટેક દરમિયાન સામેથી આવતા વાહનને જોઈને સ્પીડમાં આવતી ટ્રકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરિણામે, ટ્રક પર લોડ બે કન્ટેનર પલટી ખાઈ ગયાં હતાં. એક કન્ટેનર બાજુમાં ચાલતી કાર પર પલટી ખાધી હતી, જ્યારે બીજું કન્ટેનર રસ્તા પર પડ્યું હતું. ભારે કન્ટેનર કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં મુસાફરી કરતાં પતિ-પત્ની સહિત ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

ઘટનાસ્થળે જ 4 લોકોનાં મોત.
ઘટનાસ્થળે જ 4 લોકોનાં મોત.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના સવારે સાડાઆઠ વાગે બાલરાઈ પાસે ઘટી હતી. જોધપુરથી 4 લોકો સવારે એક કારમાં સિરોહી તરફ જતા હતા. એમાં એક મહિલા અને ત્રણ પુરુષ હતાં. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ગભરામણમાં સંતુલન ગુમાવી દીધું હતું. એને કારણે ટ્રક પર લોડ બંને કન્ટેનર ઊંધાં પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું.

ભારે કન્ટેનર વચ્ચે કાર દબાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને જેસીબીની મદદથી કન્ટેનર હટાવ્યું હતું. ત્યાં સુધી કારમાં મુસાફરી કરતા મનોજ શર્મા, અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મિ અને બુદ્ધરામ પ્રજાપતનાં મોત થઈ ગયાં હતાં. આ દરેક લોકો જોધપુર રહેતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો