તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરાઠા અનામત:મરાઠા ક્રાંતિ મોરચાનો વિધાન ભવન પર 8 ડિસેમ્બરે મોરચો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં કેટલાંક વર્ષથી આ સમાજ અંગે હજુ નક્કર નિર્ણય લેવાયો નથી

મરાઠા અનમતનો પ્રશ્ન છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રલંબિત છે. જોકે હજુ અનામત પર નક્કર નિર્ણય લેવાયો નથી. કોઈ પણ સરકારે તેની પર નક્કર નિર્ણય લીધો નથી. આથી લાખ્ખો વિદ્યાર્થીઓનું નુકસાન થયું છે. તે પાર્શ્વભૂમિમાં 8 ડિસેમ્બરના રોજ વિધાન ભવન પર પોતપોતાનાં વાહનમાંથી મોરચો કાઢવાનો નિર્ણય મરાઠા ક્રાંતિ મોરચાની રાજ્ય સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. મરાઠા ક્રાંતિ મોરચાના સમન્વયક રાજેન્દ્ર કોંઢરેએ આ માહિતી આપી હતી.

રાજ્યમાં મુંબઈમાં અધિવેશન શરૂ થઈ રહ્યું હોઈ તે પાર્શ્વભૂમિમાં અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. તેના ભાગરૂપે મહાવિતરણમાં મરાઠા સમાજના વિદ્યાર્થીઓની ભરતી થઈ નથી. તેના વિરોધમાં 1-2 ડિસેમ્બરે રાજ્યના મહાવિતરણ અધિક્ષક એન્જિનિયરના કાર્યાલય સામે દેખાવ કરવામાં આવશે. આ પછી 8 ડિસેમ્બરે દરેક જણ વાહનમાંથી વિધાનભવન ખાતે મોરચા કાઢશે.

જોકે અધિવેશન પાછળ ઠેલાય તો આગામી દિશા પણ ટૂંક સમયમાં જ નક્કી કરાશે, એમ તેમણે જણાવ્યું હતું. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડને લીધે વિદ્યાર્થીઓનું બહુ નુકસાન થયું છે. આથી તેમના રાજીનામાની માગણી અમે કરીશું, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં મરાઠા સમાજનો પ્રશ્ન અનેક વર્ષથી વિલંબિત છે.

અન્ય સમાચારો પણ છે...