તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Supreme Court Declared The Maratha Reservation In Medical Colleges And Jobs Unconstitutional

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરાઠા અનામત કેસમાં ચુકાદો:સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજો અને નોકરીઓમાંના મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું

નવી દિલ્હી/મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • OBC જાતીઓને આપવામાં આવેલા 27 ટકા અનામતથી અલગ આપવામાં આવેલા મરાઠા અનામતથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન થયું

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ અનામત આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા અનામત 50 ટકા સીમાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય. સાથે જ મરાઠા અનામતને લોગુ કરતી વખતે 50 ટકાની લિમિટને તોડવી તે કોઈ બંધારણીય આધાર ન હતો.

કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહનીના કેસમાં બીજી વખત વિચાર કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ ન હતી કે મરાઠા અનામત જરૂરી બની જાય. આ સિવાય કોર્ટે નોંધ્યું કે અત્યાર સુધી મરાઠા અનામતથી મળેલી નોકરીઓ અને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ અનામત મળશે નહિ.

શું છે સમગ્ર મામલો
2018માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા વર્ગને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં 16 ટકા અનામત આપ્યું હતું. તે માટે જસ્ટિસ એનજી ગાયકવાડની અધ્યક્ષતાવાળા મહારાષ્ટ્રના પછાત વર્ગ આયોગના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો. OBC જાતીઓને આપવામાં આવેલા 27 ટકા અનામતથી અલગ આપવામાં આવેલા મરાઠા અનામતથી સુપ્રીમ કોર્ટના તે ચુકાદાનું ઉલ્લંઘન થયું, જેમાં અનામતની સીમા અધિકતમ 50 ટકા જ રાખવાનું કહેવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે જાળવી રાખ્યું મરાઠા અનામત
બોમ્બ હાઈકોર્ટમાં આ અનામતને 2 મુખ્ય આધારો પર પડકારવામાં આવ્યું. પ્રથમ- તેની પાછળ કોઈ ઉચિત આધાર નથી. તેને માત્ર રાજકીય લાભ માટે આપવામાં આવ્યું છે. બીજુ- આ કુલ અનામત 50 ટકા રાખવા માટે 1992માં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ઈન્દિરા સાહિની વિરુદ્ધ ભારત સરકારના ચુકાદાનું ઉલ્લંઘન કરે છે.

જૂન 2019માં હાઈકોર્ટે આ અનામતના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે માન્યુ કે અસાધરણ સ્થિતિઓમાં કોઈ વર્ગને અનામત આપી શકાય છે. જોકે અનામતને ઘટાડીને નોકરીઓમાં 13 ટકા અને ઉચ્ચ શિક્ષણમાં 12 ટકા કરવામાં આવ્યું.

સુનાવણી દરમિયાન આ વાતોને ધ્યાને લેવામાં આવી
હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ અનામત વિરોધી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. સુનાવણી દરમિયાન કોર્ટે મરાઠા અનામત પર ઈન્ટરિમ પ્રતિબંધ લગાવી દીધો. સંવિધા પીઠના ચુકાદાથી નક્કી થશે કે આ પ્રતિબંધ હટશે કે નહિ. સુનાવણીમાં 5 જજોની બેન્ચે આ વાતોને નોંધી.

 • શું મહારાષ્ટ્રમાં કોઈ એવી અસાધારણ સ્થિતિ હતી કે અનામતની નકક્કી સીમાને ઓળગીને મરાઠા વર્ગને અલગથી અનામત આપવામાં આવે?
 • શું સંવિધાનનું 102નું એમેડમેન્ટ અને અનુચ્છેદ 324A રાજ્ય વિધાનસભાના અધિકારનું ઉલ્લંઘન કરે છે? શું આ સંશોધન અને અનુચ્છેદ કાયદેસર છે?
 • શું 1992માં ઈન્દિરા સાહની ચુકાદા પર બીજી વખત વિચાર કરવાની જરૂરિયાત છે? કુલ અનામતની સીમા 50 ટકા રાખનાર 9 જજની બેન્ચે ચુકાદાને બીજી વખત વિચાર માટે મોટી બેન્ચમાં મોકલવો જોઈએ?

હાલ મહારાષ્ટ્રમાં લગભગ 75 ટકા અનામત
અલગ-અલગ સમુદાયો અને આર્થિક રૂપથી નબળા લોકોને આપવામાં આવેલા અનામતને મેળવીને મહારાષ્ટ્રમાં લગભગ 75 ટકા આરક્ષણ થઈ ગયું છે. 2001ના રાજ્ય અનામત અધિનિયમ પછી મહારાષ્ટ્રમાં કુલ અનામત 52 ટકા હતું. 12-13 ટકા મરાઠા કોટાની સાથે રાજ્યમાં કુલ અનામત 64-65 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર તરફથી 2019માં જાહેર આર્થિક રીતે નબળા વર્ગ(EWS) માટે 10 ટકા કોટા પણ રાજ્યમાં લાગુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો