ભારતના શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં અસુરક્ષાની ભાવના એટલી હદે વધી ગઈ છે કે તેઓ ઘરમાં જ પુરાઇને રહે છે, બિનજરૂરી કામવગર બહાર પણ નથી નિકળી શકતી. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના ટીયુએસ (ટાઇમ યુઝ સર્વે) મુજબ, ભારતના શહેરોમાં 53% એટલે કે અડધાથી વધુ મહિલાઓ તેમના ઘરમાંથી બહાર નીકળતી નથી, જ્યારે 14% પુરુષો પણ આવું જ કરે છે. ઝારખંડની રહેવાસી 19 વર્ષની મનીષા દિલ્હીના એક ઘરમાં ફુલ ટાઈમ મેઇડ છે. તે કહે છે- હું કમાઉં છું, પણ મહિનામાં એક કે બે વાર જ બહાર જાઉં છું. જાહેર રસ્તાઓ પર હું ખુદને સલામત નથી અનુભવતી. જાહેરમાં થતી છેડતીની ઘટનાઓ સામન્ય વાત છે.
આઈઆઇટી દિલ્હીના પ્રોફેસર રાહુલ ગોયલ ટાઇમ ન્યૂઝના આધાર પર મહિલાઓ અને પુરુષોના જીવનમાં તફાવત અંગે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે- પરિવારના સભ્યો બાળપણથી જ છોકરીઓને બહાર મોકલવાનું ટાળે છે. તેઓ કહે છે કે 25 થી 44 વર્ષની સ્ત્રીઓ દરરોજ સરેરાશ સાડા આઠ કલાક ઘરના કામકાજ કરે છે, જ્યારે પુરુષો સરેરાશ માત્ર એક કલાક કામ કરે છે. મહિલાઓને ઘરોમાં કેદ રાખવાનું આ પણ એક કારણ છે.
આ ઉંમરના 88% પુરુષો દરરોજ ઘરની બહાર નીકળે છે, જ્યારે માત્ર 38% જ શહેરી મહિલાઓ દરરોજ ઘરની બહાર નીકળતી હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે લગ્ન પછી મહિલાઓની બહાર નીકળવાની તકો ઓછી થાય છે, જ્યારે પુરુષોની તકો વધી જાય છે. નોકરી કરતી મહિલાઓ સિવાય માત્ર 30% મહિલાઓ જ રોજ ઘરની બહાર નીકળે છે.
મહિલાઓનું બહાર ન નીકળવાનું કારણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.