• Gujarati News
  • National
  • Many Tourists Trapped After Heavy Snowfall In Kashmir: Pollution Awareness Fishmongers

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:અમેરિકામાં ભૂખે ભરડો લીધો, દર છઠ્ઠો અમેરિકન ભૂખ્યો: કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓ ફસાયા; પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવતી મત્સ્ય કન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. કોરોનાવાયરસના લીધે દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ અમેરિકા પણ ભોગ બન્યા છે. અહીં દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો છે. અહીંના ઉટાહ રાજ્યમાં ભોજન મેળવવા માટે વાહનોની કતાર લગાવીને બેઠેલા લોકોના દૃશ્યો સામાન્ય છે. કમ્યુનિટી ફ્રિજ થકી લોકોને મફતમાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. કોરોનાવાયરસના લીધે દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ અમેરિકા પણ ભોગ બન્યા છે. અહીં દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો છે. અહીંના ઉટાહ રાજ્યમાં ભોજન મેળવવા માટે વાહનોની કતાર લગાવીને બેઠેલા લોકોના દૃશ્યો સામાન્ય છે. કમ્યુનિટી ફ્રિજ થકી લોકોને મફતમાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કાશ્મીરમાં અટલ ટનલ પાસે બરફના થર, અનેક લોકો ફસાયા

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે અનેક પ્રવાસીઓ ફસાયા છે. અટલ ટનલ પાસે બરફના થર જામ્યા પછી અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. જેમાં 82 વાહનોને બહાર કઢાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે અનેક પ્રવાસીઓ ફસાયા છે. અટલ ટનલ પાસે બરફના થર જામ્યા પછી અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. જેમાં 82 વાહનોને બહાર કઢાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પ્રખ્યાત શિકારા ઉપર પણ બરફ છવાયો છે. અહીં અનેક સ્થળોએ બરફના થર જામતા સડક પરિવહનને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પ્રખ્યાત શિકારા ઉપર પણ બરફ છવાયો છે. અહીં અનેક સ્થળોએ બરફના થર જામતા સડક પરિવહનને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે.

પ્રદૂષણ અંગે મત્સ્ય કન્યાએ જાગૃતિ ફેલાવી

ઈન્ડોનેશિયાના બાલી બીચ પર કચરાના ઢગ વચ્ચે મત્સ્ય કન્યાનો વેશ પહેરીને સૂતેલી એક યુવતીએ આ રીતે પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો.
ઈન્ડોનેશિયાના બાલી બીચ પર કચરાના ઢગ વચ્ચે મત્સ્ય કન્યાનો વેશ પહેરીને સૂતેલી એક યુવતીએ આ રીતે પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો.

લાંબા સમય બાદ કમ્બોડિયામાં સ્કૂલો ફરી શરૂ કરાઈ

કમ્બોડિયામાં સ્કૂલો ફરી શરૂ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરાવીને સ્કૂલમાં બાળકોને બેસાડવામાં આવે છે. કોરોના વાયરસના લીધે લાંબા સમયના લોકડાઉન પછી પૂરતી સાવચેતી સાથે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે.

અનેક મહિનાઓ બાદ કમ્બોડિયામાં સ્કૂલો ફરીથી શરૂ થતા બાળકોનું તાપમાન ચેક કરીને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો.
અનેક મહિનાઓ બાદ કમ્બોડિયામાં સ્કૂલો ફરીથી શરૂ થતા બાળકોનું તાપમાન ચેક કરીને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો.