• Gujarati News
  • National
  • Many States Lag Behind In Allocating Funds To Curb Rising Pollution, Environment Ministry Reports

રિપોર્ટ:વધતાં પ્રદૂષણને રોકવા માટે ફાળવવામાં આવેલ ભંડોળનો ઉપયોગ કરવામાં અનેક રાજ્યો પાછળ, પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમામ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે બહાર પાડવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવામાં પાછળ સાબિત થઈ છે. પર્યાવરણ મંત્રાલયની એનસીએપીની રાષ્ટ્રીય સર્વોચ્ચ સમિતિ દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ મુજબ, તમામ રાજ્ય સરકારો વાયુ પ્રદૂષણને રોકવા માટે ફાળવવામાં આવેલ ભંડોળનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. શુક્રવારે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP)ની રાષ્ટ્રીય સર્વોચ્ચ સમિતિની બેઠકમાં આ બાબત સામે આવી હતી.

એનસીએપીની પ્રથમ બેઠક દરમિયાન જાહેર કરાયેલા આંકડા અનુસાર, તમામ રાજ્યોએ પોતપોતાના રાજ્યોમાં વાયુ પ્રદૂષણને અટકાવવા માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (એનસીએપી) હેઠળ કેન્દ્ર દ્વારા પૂરું પાડવામાં આવેલ રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે પ્રદૂષણમાં કોઈ ઘટાડો થયો નથી.

આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર 700 કરોડ રૂપિયાની ફાળવણી કરશે
રિપોર્ટ મુજબ, 2018-19 થી 2020-21 સુધી 114 શહેરોને નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ કુલ 375.44 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અને 2021-22 માટે 82 શહેરોને 290 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, પરંતુ આ દરમિયાન અને રાજયની સરકારો પ્રદૂષણ પર કાબૂ મેળવવામાં પાછળ રહી છે. કેન્દ્ર સરકાર પ્રદૂષણને અટકાવવા માટે તમામ રાજ્યોને વર્ષ 2021- થી 2016 વચ્ચે 700 કરોડ રૂપિયાની ફાળવણી કરશે

​​​​​​

2021-22 માટે 82 શહેરોને 290 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
2021-22 માટે 82 શહેરોને 290 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

દિલ્હીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમે કેન્દ્ર અને કેજરીવાલ પાસે જવાબ માગ્યો હતો
ગયા મહીને રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વધતાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા આ મુદ્દે જવાબ માંગ્યો હતો. બંને સરકારોએ એવા ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ વિશે માહિતી આપવી જોઈએ, જે વાયુ પ્રદૂષણને રોકવા માટે થોડા સમય માટે બંધ કરી શકાય છે. કોર્ટે વાહનોની અવરજવરને અટકાવવા મુદ્દે પણ વિચારણા કરવા જણાવ્યું હતું.

NCAP દેશના 132 શહેરોમાં લાગુ
NCAPની શરૂઆત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા 2019માં કરવામાં આવી હતી, તે 132 શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. આ તમામ એવા શહેરો છે જેમણે સતત પાંચ વર્ષ સુધી નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (NAAQS)ને જાળવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...