તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Many States Have Agreed To Conduct Objective Examination Of Only 4 Subjects On OMR Sheet In CBSE Std 12 Examination.

કોરોનાકાળમાં પરીક્ષા:CBSE ધોરણ-12ની પરીક્ષામાં માત્ર 4 વિષયની ઓબ્જેક્ટિવ પરીક્ષા OMR શીટ પર કરાવવા ઘણાં રાજ્યો સહમત થયાં

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
મૂલ્યાંકન પણ કમ્પ્યુટર દ્વારા થવાથી રિઝલ્ટ જલદી મળી શકે છે. - Divya Bhaskar
મૂલ્યાંકન પણ કમ્પ્યુટર દ્વારા થવાથી રિઝલ્ટ જલદી મળી શકે છે.
  • CBSE ધોરણ-12ની 1 જૂને ડેટશીટ આવી શકે છે
  • પોતાની જ સ્કૂલમાં પરીક્ષા, દોઢ કલાકના સમયની શક્યતા
  • 15 જુલાઇથી 26 ઓગસ્ટ વચ્ચે પરીક્ષા લેવાઈ શકે છે
  • પરીક્ષા માટે 2 ટાઇમ સ્લોટ પ્રસ્તાવિત કરાયા છે- 15 જુલાઇથી 1 ઓગસ્ટ અને 8થી 26 ઓગસ્ટ

સીબીએસઇની ધોરણ-12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓનાં પોતાની જ સ્કૂલમાં ઓએમઆર શીટ પર દોઢ-દોઢ કલાકના માત્ર 4 પેપર લેવાઇ શકે છે. નવી ડેટશીટ 1 જૂન સુધીમાં જારી થઇ શકે છે. 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ધોરણ-12ની પરીક્ષા લેવા સહમતી દાખવી છે. માત્ર 4 રાજ્ય- દિલ્હી, મહારાષ્ટ્ર, ગોવા અને આંદામાન-નિકોબારે પરીક્ષા ન લેવાની વાત કરી છે.

પરીક્ષા માટે સહમત રાજ્યોમાંથી પણ રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરા પ્રથમ વિકલ્પ એટલે કે પરીક્ષા કેન્દ્રો પર જ પરંપરાગત રીતે 3 કલાકની લેખિત પરીક્ષાની તરફેણમાં છે. આ રાજ્યોએ કહ્યું હતું કે છેલ્લી ઘડીએ અચાનક ફોર્મેટ બદલવું યોગ્ય નથી, જ્યારે 29 રાજ્યોએ બીજા વિકલ્પનું સમર્થન કરતાં કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રને બદલે વિદ્યાર્થીઓના તેમની જ સ્કૂલમાં ઓએમઆર શીટવાળા ફોર્મેટમાં દોઢ-દોઢ કલાકનાં 4 પેપર લેવામાં આવે, જેમાં 1 લેંગ્વેજનું અને 3 ઇલેક્ટિવ પેપર હોય.

જોકે સહમતી આપનારાં 6 રાજ્ય- કેરળ, આસામ, પંજાબ, ઝારખંડ, સિક્કિમ અને દીવ-દમણે કહ્યું હતું કે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને વેક્સિન આપી દેવામાં આવે. કર્ણાટક, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને હરિયાણાએ એમ પણ કહ્યું હતું કે પેપર પેટર્નમાં ઓછામાં ઓછા ફેરફાર થવા જોઇએ.

CBSEને જોઇને જ રાજ્યો પોતાનું વલણ નક્કી કરશે
સીબીએસઇની ડેટશીટ તથા એક્ઝામ ફોર્મેટ જાહેર થયા પછી જ મોટા ભાગનાં રાજ્યો સ્ટેટ બોર્ડની એક્ઝામનું ફોર્મેટ નક્કી કરશે. જોકે કેન્દ્ર પહેલેથી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રાજ્યો તેમની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા સ્વતંત્ર છે છતાં ધોરણ-12 પછીના અભ્યાસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાના રાજ્યના વિદ્યાર્થીઓ માટે બહેતર તક સુનિશ્ચિત કરવા રાજ્યોનો સીબીએસઇની જ પેટર્ન અપનાવવા પ્રયાસ રહેશે.

ઓએમઆર શીટનો ફાયદો થશે
દેશના તમામ પ્રોફેશનલ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષામાં આન્સરશીટને બદલે ઓએમઆર શીટ વપરાય છે. તેમાં પરીક્ષાર્થીએ તેમના જવાબના વિકલ્પને પેનથી ટિક કરવાનો હોય છે. આ ફોર્મેટમાં પરીક્ષા દ્વારા ફિઝિકલ ટચ ઓછામાં ઓછો રાખી શકાય છે. મૂલ્યાંકન પણ કમ્પ્યુટર દ્વારા થવાથી રિઝલ્ટ જલદી મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...