તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Many People In Kanpur Unnao Were Forced To Convert To Hindu Tradition; Instead Of A Funeral, Thousands Of Bodies Were Buried On The Banks Of The Ganges

UPમાં મૃતદેહો એટલા કે લાકડા પણ ઓછા પડી રહ્યા:કાનપુર-ઉન્નાવમાં ઘણા લોકોને મજબૂરીમાં બદલવી પડી હિન્દુ પરંપરા; અંતિમ સંસ્કારના બદલે હજારો મૃતદેહ ગંગા કિનારે દફનાવવામાં આવ્યા

કાનપુર/લખનઉ3 મહિનો પહેલા
કાનપુર-ઉન્નાવમાં ગંગા કિનારે અત્યાર સુધીમાં 1000થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.
  • UPમાં સ્મશાન ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે હવે લાકડા પણ ઓછા પડી રહ્યા
  • મજબૂરીમાં લોકોને હિન્દુ પરંપરાને છોડીને મૃતદેહોને દફનાવવા પડી રહ્યા

કોરોના મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સ્થિતિ એ છે કે સ્મશાન ઘાટ પર ચિતાઓ માટે હવે લાકડા પણ ઓછા પડી રહ્યા છે. મજબૂરીમાં લોકોને હિન્દુ રીત-રિવાજો અને પરંપરાઓને છોડીને મૃતદેહોને દફનાવવા પડી રહ્યા છે. કાનપુર-ઉન્નાવના ગંગા કાંઠે આવા જ ઘણા કિસ્સા જોવા મળ્યા હતા. જ્યારે દિવ્ય ભાસ્કરે તેની તપાસ કરી તો તે સાચું બહાર આવ્યું. જાણ થઈ કે અહીં ગંગા કિનારે અત્યાર સુધીમાં એક હજારથી વધુ મૃતદેહો દફનાવવામાં આવી ચુકાયા છે. તે પણ માત્ર 3 ફૂટની ઉંડાઈ પર જ.

પાણીનું સ્તર વધ્યું તો મૃતદેહો તણાવા લાગશે
કાનપુર અને ઉન્નાવના શુક્લાગંજમાં ગંગાના કાંઠાની સ્થિતિ એકદમ ભયાનક બની છે. અહીં દરેક બીજા ડગલે એક મૃતદેહને દફનાવવામાં આવેળ છે. જો ગંગાની જળ સપાટી થોડી વધી જાય તો પણ સેંકડો હજારો મૃતદેહ વહેતી નદીમાં મળી જશે. કેટલાક લોકો તેનાથી સંક્રમણ વધવાનું જોખમ પણ જણાવી રહ્યા છે. લોકો કહે છે કે જો આ લોકો કોરોનાથી મૃત્યુ પામે છે અને તેમના મૃતદેહ નદીમાં વહેતા લાગશે તો પછી તેની ગંભીર અસર સામાન્ય લોકો પર થશે. એવું એટલા માટે છે કારણ કે લાખો લોકોના ઘરોમાં ગંગા પાણી પુરૂ પાડવામાં આવે છે.

ચિતા પર આગ આપવા કરતાં સસ્તું પડે છે દફન કરવાનું
જેમણે ગંગા કિનારે મૃતદેહોને દફનાવી દીધા હતા, તેઓએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા કરતા તેને દફનાવવા સસ્તા પડે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો મૃતદેહોને દફન કરવા માટે જઇ રહ્યા છે. આ મૃતદેહોને દફન કરવાની સાથે સાથે કબરમાં મીઠું પણ નાંખવામાં આવે છે. મૃતદેહોને દફનાવી ગયેલા લોકો ઘાટની બાજુમાં બેઠા છે.

લખનઉ-કાનપુરમાં એપ્રિલમાં 5,500થી વધુના અંતિમ સંસ્કાર કરાયા
જો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનોના અહેવાલ પર નજર કરીએ તો એકલા લખનઉ અને કાનપુરમાં લગભગ 25 હજાર ક્વિન્ટલ લાકડાની ખરીદી કરવામાં આવી છે. આ પરિસ્થિતિ છે જ્યારે કાનપુર IIT સહિત અનેક સંસ્થાઓ અહીંથી મફત લાકડા ઉપલબ્ધ કરાવે છે. બંને શહેરો સહિત એપ્રિલ મહિનામાં 5,500થી વધુ લોકોના અંતિમ સંસ્કાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે.

બીજનરોરથી લાકડા મંગાવવા પડ્યા હતા
લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, 1 કરોડના ખર્ચે અહીંના વૈકુંઠ ધામ, ગુલાલા ઘાટ અને કાલા પહાડના સ્મશાન સ્થળે 16,500 ક્વિન્ટલથી વધુ લાકડા પહોંચાડવામાં આવ્યા છે. તે સિવાય ઘણી જગ્યાએ કાઉન્સિલરોએ પોતે પણ લાકડા પૂરા પાડ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાલ મુજબ, એપ્રિલમાં લખનૌમાં 3500 સંક્રમિત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આજુબાજુના જિલ્લાઓમાં લાકડા ન મળ્યા હોય તો કેટલાક ખાનગી ટિંબરવાળા પાસેથી પણ લાકડા માટે મદદ માંગવામાં આવી હતી.

લખનઉ કોર્પોરેશન દ્વારા અંતિમ સંસ્કાર માટે માંગ્યા 20 કરોડ રૂપિયા
સતત ખર્ચને ધ્યાનમાં રાખીને લખનઉની મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અજયકુમાર દ્વિવેદી તરફથી આ માટે 20 કરોડનું બજેટ પણ માંગવામાં આવ્યું હતું. જો કે, 7 મેના રોજ જારી કરાયેલા એક નિર્દેશમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના સંક્રમિત લોકોના અંતિમ સંસ્કાર 15માં નાણાકીય બજેટ દ્વારા થશે. જેમાં એક વ્યક્તિ ઉપર વધુમાં વધુ 5,000 હજાર રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.