તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Many Leaders, Including The Prime Minister, Wish The Countrymen, The Festival To Infuse New Vigor And New Energy In Everyone's Life: Modi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીની શુભકામના:PM સહિત ઘણા નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી, તહેવાર દરેકના જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરેઃ મોદી

નવી દિલ્હીએક મહિનો પહેલા
સમગ્ર દેશમાં હોળીની ઉજવણી થઈ રહી છે. (ફાઈલ ફોટો)
  • ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને હોળી શુભેચ્છા પાઠવી
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ દેશવાસીઓને હોળની શુભેચ્છા પાઠવી

સમગ્ર દેશમાં કોરોનાની વચ્ચે હોળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. તમામ રાજ્યોએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પગલે ઘરે જ હોળીનો તહેવાર ઉજવે. હોળીને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની સાથે જ રાહુલ ગાંધી અને માયાવતી સહિતના અન્ય નેતાઓએ પણ શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેએ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બધા દેશવાશીઓને હોળીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે હોળીના શુભ અવસરની તમામ દેશવાસીઓને શુભેચ્છા. રંગોનો તહેવાર હોળી, સામાજિક એકતાનું પર્વ છે અને લોકોના જીવનમાં ખુશી, ઉત્સાહ અને આશાનો સંચાર કરે છે. મારી શુભકામના છે કે ઉમંગ અને ઉલ્લાસનો આ પર્વ આપણી સાંસ્કૃતિક વિવિધતામાંની રાષ્ટ્રીય ચેતનાને વધુ શક્તિ આપે.

આ તહેવાર દરેકના જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીની શુભેચ્છા આપતા કહ્યું છે કે તમને બધાને હોળીની શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે.

રંગ-ઉમંગ, એકતાનો આ મહાપર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવેઃ ગૃહમંત્રી અમિત શાહ
આ રીતે ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને હોળી શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે લખ્યું છે- સમગ્ર દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એકતાનો આ મહાપર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે. બધા દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

પ્રેમ, ઉલ્લાસ અને આનંદને સમર્પિત આ તહેવાર એકતાના રંગને વધુ ગાઢ કરેઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ દેશવાસીઓને હોળની શુભેચ્છા પાઠવતા કહ્યું કે અસત્ય પર સત્યની વિજયના મહાત્સવ, મહાપર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ઈશ્વરને પ્રાર્થના છે કે પ્રમે, ઉલ્લાસ અને આનંદને સમર્પિત આ તહેવાર એકતાના રંગને વધુ ગાઢ કરે.

રાહુલ ગાંધીએ પાઠવી શુભેચ્છા, કહ્યું- કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરો-સુરક્ષિત રહો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હોળીના તહેવાર પર સમગ્ર દેશવાસીઓને શુભકામના આપતા કહ્યું છે કે આપણા દેશના વિવિધાઓના તમામ રંગોના તહેવાર હોળીની તમામને હાર્દિક શુભકામનાઓ. કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરો-સુરક્ષિત રહો.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દેશવાસીઓને સાદગીથી હોળી મનાવવા અપીલ કરી
યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ હોળીની શુભકામનાઓ આપતા કહ્યું છે કે દેશના તમા લોકોને હોળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ. તેમણે લોકોને કોરોનાના પગલે સાદગીથી હોળી મનાવવાની અપીલ કરી

હોળીના તહેવારને ધ્યાનમા રાખીને કોરોના જ નહિ ટ્રાફિકને લઈને પણ તમામ રાજ્યોએ વ્યવસ્થા ગોઠવી છે. દિલ્હીમાં ટ્રાફિક પોલીસે દરેક સંવેદનશીલ ચાર રસ્તાઓ પર સ્પેશિયલ ટીમ ગોઠવી છે, જે બાઈકથી દુર્ઘટનાઓ પર નજર રાખશે. ઓવર સ્પીડિંગ માટે દિલ્હીમાં રડાર લગાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો