કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્રએ 6 રાજ્યોને પત્ર લખ્યો છે. આ પત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને મોકલવામાં આવ્યો છે. કેન્દ્રએ આ રાજ્યોને વધતા કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે જણાવ્યું છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં 435 સક્રિય ટેસ્ટ, કુલ 119 કેસ, ગુજરાતમાં 62, 4 દર્દી વૅન્ટિલેટર પર છે.
ભારતમાં COVID-19ના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ચાર મહિના પછી ગુરુવારે કોરોનાના 700થી વધારે મામલાઓ નોંધાયા છે. એવામાં ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,623 થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે છેલ્લા થોડા દિવસોમાં કોરોના વાઇરસના મામલાઓમાં જે વધારો થયો છે તેની પાછળ કોવિડ-19 XBB વેરિએન્ટનો વંશજ XBB 1.16 હોઈ શકે છે. ભારત સિવાય ચીન, સિંગાપુર, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પણ આ વેરિએન્ટ ઝડપથી ફેલાયેલો છે. TOIના એક રિપોર્ટ પ્રમાણે કોવિડ-19ના આ વેરિએન્ટથી નવી લહેરની શક્યતાઓ વધી શકે છે.
કોવિડ વેરિએન્ટ્સ ઉપર નજર રાખનાર એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મના જણાવ્યા પ્રમાણે, ભારતમાં હાલ કોરોનાના XBB 1.16 વેરિએન્ટ મામલાના સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 48, સિંગાપુર અને અમેરિકામાં ક્રમશઃ 14 અને 15 મામલે XBB 1.16 વેરિએન્ટના છે.
ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે XBB 1.16 વેરિએન્ટ
covSPECTRUMના જણાવ્યા પ્રમાણે, XBB 1.16 વેરિએન્ટ, XBB 1.15માંથી આવ્યો નથી પરંતુ XBB 1.16 અને XBB 1.15 બંને કોરોનાના XBB વેરિએન્ટથી બનેલાં છે. એક ટોપ જીનોમ એક્સપર્ટે TOI સાથે વાત કરીને કહ્યું- XBB વેરિએન્ટ વર્તમાનમાં ભારતમાં હાવી છે અને દેશનાં થોડાં રાજ્યો જેમ કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા મામલાઓમાં જે વધારો થયો છે તે XBB.1.16 અને લગભગ XBB.1.5નું પરિણામ હોઈ શકે છે પરંતુ થોડાં અન્ય સેમ્પલ આ વાતને આવનાર થોડાં દિવસોમાં સ્પષ્ટ કરી દેશે.
4 મહિના બાદ 700 કેસ મળ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, બુધવારે દેશભરમાં કોરોનાના 700થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 4 મહિના બાદ આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. આ પહેલાં 12 નવેમ્બરે કોરોનાના 734 કેસ મળ્યા હતા. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,623 થઈ ગઈ છે.
માર્ચમાં અત્યાર સુધીમાં કોરોનાના 5,346 કેસ
માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાના 5,346 કેસ નોંધાઈ ચૂક્યા છે. માર્ચના પહેલાં સપ્તાહમાં 2082 અને બીજા સપ્તાહમાં 3,264 દર્દી સામે આવ્યા હતા. આ દરમિયાન પોઝિટિવિટી રેટ 0.61% રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં ફ્લૂના કેસ વધવાને કારણે કોરોનાના ટેસ્ટિંગમાં વધારો થયો છે. આ કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
તમામ 6 રાજ્યોની સ્થિતિ
ગુજરાત-મહારાષ્ટ્રમાં મળ્યો રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ XBB
ગુજરાત અને મહારાષ્ટ્રમાં રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ XBBનું એક નવો સબ વેરિયન્ટ મળ્યો છે. આ રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ ઓમિક્રોનના બે સબ વેરિયન્ટથી મળીને બન્યો છે. 15 ફેબ્રુઆરી બાદથી બંને રાજ્યોમાં મોટાભાગના સેમ્પલમાં આ જ વેરિયન્ટ મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.