• Gujarati News
  • National
  • Manthan Avoided The BJP's Defeat In The State; The Party May Soon Decide To Change The Big Faces, May Also Target The Leadership.

શું હિમાચલમાં પણ CM બદલશે ભાજપ:રાજ્યમાં BJPની હારને લઈને મંથન ટળ્યું; ટૂંક સમયમાં જ મોટાં ચહેરાઓને બદલવાનો નિર્ણય લઈ શકે છે પાર્ટી, લીડરશિપ પર પણ સાધી શકે છે નિશાન

શિમલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીમાં ભાજપની હાર પછી મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉત્તરાખંડ અને કર્ણાટકની જેમ પહાડી રાજ્ય હિમાચલમાં પણ CM અને મંત્રીમંડળનો ચહેરો બદલવાને લઈને પાર્ટી હાઈકમાન્ડ કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યની મુલાકાતે છે. નડ્ડાનો આ ગૃહ પ્રદેશ પણ છે. એવામાં પાર્ટી કાર્યકર્તામાં ફરીથી ઉર્જા ભરવા માટે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

મંત્રીઓની ખુરસી ખતરામાં
હિમાચલમાં ભાજપની આ હાર પછી કેટલાંક મંત્રીઓને બદલવાની વાતે જોર પકડ્યું છે. પ્રદેશ મંત્રીમંડળમાં નવા ચહેરાને લાવવાના પણ બેઠકમાં વિચાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને તે મંત્રીઓ પર ખતરો છે જેઓ પોતાના ક્ષેત્રમાં જ ભાજપને લીડ અપાવવામાં નિષ્ફળ રહ્યાં. તો ચૂંટણી ક્ષેત્રના પ્રભારી મંત્રીઓની સ્થિતિ પણ સારી નથી, તેમની ખુરસી પર પણ ખતરો જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત પાર્ટી સંગઠનમાં પણ ઉપથી નીચે સુધી બદલાવનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભાજપ હાઈકમાવન્ડે આગામી વર્ષે પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ ધાર્યો ન હોય તેવો નિર્ણય પણ આ મીટિંગમાં લેવામાં આવી શકાય છે.

પેટાચૂંટણીમાં ભાજપ હારી ગઈ હતી ચારેય સીટ
ભાજપ હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીમાં ચારેય સીટ હારી ગયું હતું. મંડીમાં લોકસભા સીટ ઉપરાંત ભાજપની અર્કી, ફતેહપુર અને જુબ્બલ-કોટખાઈમાં પણ વિધાનસભા સીટ હારી ગયા હતા. હારની દેશવ્યાપી ચર્ચા પણ થઈ. જો કે હિમાચલ પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ગૃહ રાજ્ય પણ છે. તેથી આવનારા દિવસોમાં સરકાર અને સંગઠનમાં મોટા ચહેરાઓ પર ગાજ પડી શકે છે. ત્યારે આ મીટિંગને લઈને અનેક મોટા ચહેરાઓ હાલ ચિંતામાં છે.

ચૂંટણી હાર પર મંથનને લઈને બેઠક ટળી
હાલમાં જ થયેલી પેટાચૂંટણીમાં ખરાબ રીતે પાર્ટીની હાર થઈ છે. જે બાદ પાર્ટીના મોટા નેતા ચંડીગઢ હિમાચલ ભવનમાં સોમવારે મંથન કરવાના હતા. જો કે કોઈ કારણસર હાલ તેને ટાળી દેવાયું છે. બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ કરવાના હતા. સાથે જ મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ તેમજ સંઘ સાથે જોડાયેલા મોટા નામ આ બેઠકમાં સામેલ થવાના હતા. તો ભાજપના રાજ્ય પ્રભારી અવિનાશ રાય ખન્ના અને સહ પ્રભારી સંજય ટંડન પણ બેઠકમાં આવવાના હતા.

બેઠક રદ થઈ તેની પાછળ બે કારણ
પાર્ટી સૂત્રોના દાવા મુજબ હજુ સુધી હારના કારણોની સમીક્ષા રિપોર્ટ તૈયાર નથી થઈ. સમીક્ષા રિપોર્ટ વગર આ મીટિંગનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલી ન શકાય, તેથી આ મીટિંગ સ્થગિત કરાઈ છે. તો ચંડીગઢમાં મંગળવારે રાષ્ટ્રપતિના પત્ની સવિતા કોવિંદનો કાર્યક્રમ છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ બેઠક સ્થગિત કરાઈ હોય શકે છે.

મંડી સીટ સાથેના સંબંધિત બે મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા દિલ્હી
મંડી સીટ સાથેના સંબંધિત બે મંત્રીઓને તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી પણ બોલાવ્યા હતા. વધુ ત્રણ મંત્રીઓની પણ ક્લાસ લેવાઈ હોય તેની ચર્ચા છે. આવનારા દિવસોમાં ચંડીગઢમાં થનારી બેઠકમાં ઉમેદવારો અને ભાજપના મંડળ અધ્યક્ષો પાસેથી લીધેલા ફીડબેકની ચર્ચા થશે. જે બાદ ભાજપના પ્રદેશ કાર્યરમિતિની બેઠક મળવાની છે. તમામ ચર્ચાઓ પછી હાઈકમાન્ડને પણ રિપોર્ટ સોંપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...