તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mansukh Mandvia Given The Ministry Of Health By The Management Of Essential Medicines As The Minister Of Chemicals

ઈનસાઈડ સ્ટોરી:રસાયણ મંત્રી તરીકે જરૂરી દવાઓના મેનેજમેન્ટે મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય અપાવ્યું

નવી દિલ્હી18 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક

રાષટ્રપતિભવનમાંથી બુધવારે રાત્રે જ્યારે મંત્રીઓની યાદી જાહેર થઈ તો આરોગ્યમંત્રી તરીકે મનસુખભાઈ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના સમયમાંથી પસાર થઈ રહેલા દેશને આંચકો લાગે તે સ્વાભાવિક છે. કારણકે આરોગ્યમંત્રી તરીકે હટાવાયેલા ડૉ. હર્ષવર્ધન એક સ્થાપિત મેડિકલ પ્રેક્ટિશનર છે.

એટલું જ નહીં હાલની કેબિનેટમાં 6 ડોક્ટર સામેલ છે. તેમ છતાં મનસુખ માંડવિયાને દેશના આરોગ્યની જવાબદારી સોંપવાના બે કારણ છે. સરકાર અને પક્ષના જાણકાર સૂત્રો કહે છે કે પહેલું કારણ એ છે કે કોરોનાના મેનેજમેન્ટમાં તેમની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી. બીજું કારણ એ છે કે ગુજરાતના રાજકારણમાં તેમની સંભાવના દુરગામી છે. ભલે મનસુખ માંડવિયા ડોક્ટર નથી પરંતુ ભાજપમાં તેમને ફાર્મા કંપનીઓના વિશેષજ્ઞ માનવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલય તેમની પાસે હોવાથી તેમણે જરૂરી દવાનો પુરવઠો સુનિશ્ચિત કરાવ્યો હતો. જ્યારે દેશમાં રેમડેસિવિરની અછત થઈ તો તેનું ઉત્પાદન 24 કલાકની અંદર વધારવા ઉત્પાદકોનો સીધો સંપર્ક કર્યો. બ્લેકફંગસના સંકટ સમયે માંડવિયાએ તેની દવા પોસાકોન્જોલનું ઉત્પાદન વધારવાનું નિશ્ચિત કરાયું.

ગુજરાતના રાજકારણ માટે તૈયાર કરાઈ રહ્યા છે
મોદી-શાહના વિશ્વાસપાત્ર હોવાથી માંડવિયાને ગુજરાતમાં ભૂમિકા માટે તૈયાર કરાઈ રહ્યા છે. આગામી વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી તેમને મહત્ત્વનું મંત્રાલય અપાયું છે. પાવરફૂલ પટેલ સમુદાયમાંથી આવતા હોવાથી માંડવિયા મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ તરીકે બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...