તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Manoharlal Khattar Said Punjab Government Is Supporting The Peasant Movement; Amarinder's Answer: BJP Government Is Responsible For The Plight Of Farmers

પંજાબ અને હરિયાણાના CM વચ્ચે ઘર્ષણ:મનોહરલાલ ખટ્ટરે કહ્યું- ખેડૂત આંદોલનને ટેકો પંજાબ સરકાર આપી રહી છે; અમરિંદરનો જવાબ- કિસાનોની દુર્દશા માટે ભાજપ સરકાર જવાબદાર

જલંધર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેપ્ટન અમરિંદર સિંહ અને મનોહરલાલ ખટ્ટર (ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેપ્ટન અમરિંદર સિંહ અને મનોહરલાલ ખટ્ટર (ફાઈલ ફોટો)

કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ પછી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને પંજાબના CM કેપ્ટન અમરિંદર સામસામે આવી ગયા છે. ખટ્ટરે કહ્યું કે હરિયાણામાં કિસાન આંદોલનની પાછળ પંજાબ સરકારનો હાથ છે. જો એવું ન હોત તો કિસાન મોર્ચાની આગેવાની કરનાર ખેડૂત નેતા બલવીર રાજેવાલ આ રીતે કેપ્ટનને લાડુ ન ખવડાવતા હોત. ખટ્ટરે આ વાતને કડવું સત્ય જણાવ્યું.

ખટ્ટરના નિવેદન પછી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કેપ્ટને કહ્યું કે કિસાનની દુર્દશા માટે પંજાબ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જે તમારી સરકારના ખેડૂત વિરોધ એજન્ડાને જગજાહેર કરી દીધા છે.

જે ખેડૂતો પર લાઠીચાર્જ થયો તે હરિયાણાના જ છે
ખટ્ટરે સોમવાસે સવારે ચંડીગઢમાં કહ્યું કે ખેડૂતોને હરિયાણા સરકાર સાથે કોઈ જ તકલીફ નથી. તેમનો વિરોધ કેન્દ્રીય કૃષિ સુધાર કાયદાથી છે. હરિયાણાને આંદોલન માટે ખોટી રીતે પસંદ કરાયું છે. જે મુદ્દે અમરિંદરે કહ્યું- જે ખેડૂતો પર તમારી સરકારે લાઠીચાર્જ કર્યો છે, તે પંજાબ નહીં પરંતુ હરિયાણાના જ હતા.

કેપ્ટને SDMના વાયરલ વીડિયોનો હવાલો આપ્યો
કેપ્ટને હરિયાણાના SDMના વાયરલ વીડિયોનો હવાલો આપતા સવાલ કર્યો કે તે અધિકારીને પહેલેથી જ કઈ રીતે ખ્યાલ હતો કે ખેડૂતો પથ્થરમારો કરવાના છે, કે તેઓ માથું ફોડવાના નિર્દેશ આપી રહ્યાં હતા. કેપ્ટને ખટ્ટરને કહ્યું કે તેઓ કૃષિ કાયદાને રદ કરાવે, તો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હું પણ તમને લાડુ ખવડાવીશ.

શેરડીના ભાવ વધાવાને કારણે કેપ્ટનને લાડુ ખવડાવતા કિસાન નેતા બલબીર રાજેવાલ સહિતના લોકો
શેરડીના ભાવ વધાવાને કારણે કેપ્ટનને લાડુ ખવડાવતા કિસાન નેતા બલબીર રાજેવાલ સહિતના લોકો

કેપ્ટને લાઠીચાર્જ પછી પણ વાંધો ઉઠાવ્યો હતો
કરનાલ લાઠીચાર્જ પર કેપ્ટને કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસની બર્બરતા જોઈને પરેશાન થઈ ગયો. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હરિયાણા સરકાર દ્વારા પ્રાયોજિત આ લાઠીચાર્જ સહન કરવાને લાયક ન હતી. દેશના અન્નદાતાઓ સાથે આ પ્રકારની શરમજનક તેમજ ક્રુરતાપૂર્વકનો વ્યવહાર માટે દેશ કદી ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે.

શેરડીના ભાવ વધતા ખેડૂતોએ કેપ્ટનને લાડુ ખવડાવ્યા હતા
ખેડૂતોએ શેરડીની કિંમત વધારવાની માગને લઈને જલંધરમાં હાઈવે અને રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. પાંચમા દિવસે પંજાબ સરકારે શેરડીના ભાવ 360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યા હતા જે હરિયાણાથી 2 રૂપિયા વધી હતા. જે બાદ ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કેપ્ટનને લાડુ ખવડાવ્યા હતા. જેનો ફોટો-વીડિયો કેપ્ટનના મીડિયા સલહાકારે ટ્વીટ કર્યા હતા. આ મુદ્દાને લઈને ખટ્ટરે કેપ્ટન પર નિશાન સાધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...