તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Manohar Lal Said Amarinder Is Provoking The Farmers; The Captain Said Then Why Are The Farmers Of Haryana Going To Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન પર રાજકારણ:મનોહર લાલે કહ્યું- અમરિંદર ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે; કેપ્ટને કહ્યું- તો પછી હરિયાણાના ખેડૂતો દિલ્હી કેમ જઈ રહ્યા છે

ચંદીગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારના ખેતી સાથે જોડાયલા કાયદાની સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો 'દિલ્હી ચાલો'ના નારા સાથે રસ્તા પર ઉતરી ગયા છે. પોલીસ અને સુરક્ષાદળો સાથે હરિયાણા બોર્ડર પર તેઓની ઝપાઝપી થઈ છે. એક તરફ ખેડૂત અને પોલીસ સામ-સામે છે તો બીજી તરફ પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી ટ્વિટર પર ટકરાયા છે.

હરિયાણાના CM મનોહર લાલે કહ્યું હતું કે MSP પર કોઈ મુશ્કેલી થશે તો હું રાજનીતિ છોડી દઈશ. એટલા માટે ખેડૂતોને ઉશ્કેરવાનું બંધ કરો. આના જવાબમાં પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે MPS પર ખેડૂતોને ખાતરી અપાવવાની છે મને નહીં. હું ખેડૂતોને ઉશ્કેરી રહ્યો છું તો હરિયાણાના ખેડૂતો દિલ્હી કેમ જઈ રહ્યા છે?

વાસ્તવમાં કાયદાની વિરોધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ 26 અને 28 નવેમ્બરના રોજ મોટા પ્રદર્શનની તૈયારી કરી છે. તેઓને રોકવા માટે પોલીસે પણ વ્યવસ્થા કરી છે. આવામાં હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હી તરફ નિકળ્યા તો પોલીસે તેઓને બોર્ડર પર રોકી દીધા છે.

અમરિંદરે કહ્યુ- ખટ્ટરજી ખેડૂતોને ન રોકો

પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરને ટેગ કરીને ટ્વિટ કર્યું છે કે આ ઘણી દુ:ખની વાત છે કે સંવિધાન દિવસે ખેડૂતોના સંવૈધાનિક અધિકારોનો દુરૂપયોગ કરાઈ રહ્યો છે. આ લોકોને જવા દો ખટ્ટરજી. તેઓને રોકો નહીં. ખેડૂતોને પોતાની વાત શાંતિથી દિલ્હી પહોંચાડવા દો.

મનોહર લાલે કહ્યું- તમે માત્ર ટ્વિટ કરો છો

અમરિંદરનો જવાબ- તમારી પ્રતિક્રિયાથી હેરાન છું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser