• Gujarati News
  • National
  • Manjhi Said Valmiki Is A Thousand Times Bigger Than Lord Rama, Limit Purushottam Is A Fictional Character

બિહારના પૂર્વ CMનું વિવાદિત નિવેદન:માંઝીએ કહ્યું- ભગવાન રામથી હજાર ગણાં મોટ સંત છે વાલ્મીકિ, મર્યાદા પુરુષોત્તમ એક કાલ્પનિક ચરિત્ર

પટનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહારમાં NDA સરકારના સહયોગી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ એક વખ ત ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ બુધવારે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભગવાન વાલ્મીકિને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ એક વખત ફરી કહ્યું કે ભગવાન રામ એક કાલ્પનિક ચરિત્ર હતું.

હિન્દુસ્તાન અવામી મોર્ચા (HAM)ના સુપ્રીમો માંઝીએ કહ્યું કે- 'મહાકાવ્ય રામાયણના લેખક મહર્ષિ વાલ્મીકિ રામથી હજારો ગણાં મોટા હતા.' જો કે તેઓએ એમ પણ કહ્યું કે- 'આ મારું અંગત મંતવ્ય છે અને હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માગતો.'

દિલ્હીમાં બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીએ HAMની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વિવાદિત નિવેદન આપ્યું.
દિલ્હીમાં બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીએ HAMની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વિવાદિત નિવેદન આપ્યું.

પહેલાં કહ્યું હતું- રામાયણની વાત સત્ય પર આધારિત નથી
આ પહેલાં પણ માંઝીએ સપ્ટેમ્બરમાં રામાયણને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. પટનામાં મીડિયાએ તેમને મધ્યપ્રદેશની જેમ બિહારમાં સ્કૂલના અભ્યાસક્રમમાં રામાયણને સામેલ કરવાને લઈને સવાલ પૂછ્યો હતો.

ત્યારે HAMના અધ્યક્ષે પાઠ્યક્રમમાં રામાયણને સામેલ કરવાની જરૂરિયાત તો જણાવી હતી પરંતુ સાથે જ કહ્યું હતું- 'રામાયણની વાત સત્ય પર આધારિત નથી.' શ્રીરામ મહાપુરુષ હતા, તેઓ આ વાત પણ નથી માનતા. તેઓએ રામાયણને કાલ્પનિક ગ્રંથ ગણાવ્યો હતો.

નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટાયા છે 5 સાંસદ
આ દરમિયાન પૂર્વ CMએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'એક કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદોએ નકલી પ્રમાણ પત્રોના આધારે અનુસૂચિત જાતિ (SC) માટે અનામત બેઠકો પરથી લોકસભા સીટ જીતી છે.'

માંઝીએ આરોપ લગાવતા કહ્યું કે, 'ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ, ભાજપના સાંસદ જયસિદ્ધેશ્વર શિવાચાર્ય મહાસ્વામી, કોંગ્રેસ સાંસદ મોહમ્મદ સાદિક, TMC સાંસદ અપરુપા પોદાર અને અપક્ષના સાંસદ નવનીત રવિ રાણા નકલી પ્રપમાણ પત્રના આધારે ચૂંટણી લડ્યા બાદ SC માટે અનામત સીટનું પ્રતિનિધિત્વ કરે છે, જેની તપાસ થવી જોઈએ.'

અન્ય સમાચારો પણ છે...