• Gujarati News
  • National
  • Manjhi Said Give Kashmir To Biharis For 15 Days; Please Tell, Whats The Story Of Them Big Puppys .....

માંઝીની વડાપ્રધાન મોદીને અપીલ:માંઝીએ કહ્યું- 15 દિવસ માટે બિહારીઓને આપી દો કાશ્મીર; સુધારી ના દઈએ તો કહેજો

પટના2 મહિનો પહેલા
માંઝીએ કહ્યું- કાશ્મીરને સુધારવાની જવાબદારી બિહારીઓ પર છોડી દો, 15 દિવસમાં સુધારી ના દઈએ તો કહેજો.
  • માંઝીએ કહ્યું- કાશ્મીરને સુધારવાની જવાબદારી બિહારીઓ પર છોડી દો
  • કાશ્મીરમાં આતંકીઓ એક બાદ એક બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવી રહ્યા

જમ્મુ -કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં બિહારી શ્રમિકોના મોત બાદ રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે આ ઘટના માટે નીતીશ સરકારને જવાબદાર ગણાવી હતી. બીજી તરફ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી કાશ્મીરમાં આવા આતંકના અંત માટે એક અલગ જ માંગ કરી છે.

જીતન રામ માંઝીએ કહ્યું- બિહારીઓને 15 દિવસ માટે આપી દો કાશ્મીર
જમ્મુ -કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલાના કારણે બિહારમાં રાજકારણ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ PM નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે જો જમ્મુ -કાશ્મીરની પરિસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી સંભાળી શકાતી નથી, તો તેની જવાબદારી બિહારીઓને આપી દો. બિહારી 15 દિવસમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં સુધારો કરી દઇશું' દક્ષિણ કાશ્મીરના કુલગામમાં બિહારી શ્રમિકોની હત્યા બાદ માંઝીએ આ નિવેદન આપ્યું છે.

જીતન રામ માંઝીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે કાશ્મીરમાં સતત અમારા નિસસ્ત્ર બિહારી ભાઇઓની હત્યા કરવામાં આવી રહી છે જે કારણે મન પરેશાન છે. જો પરિસ્થિતિમાં બદલાવ નથી થઈ રહ્યો તો વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને વિનંતી છે કે કાશ્મીરને સુધારવાની જવાબદારી અમે બિહારીઓ પર છોડી દો, 15 દિવસમાં સુધારી ના દઈએ તો કહેજો.

જમ્મુ કાશ્મીરમાં મૂળ બિહારી શ્રમિકોની હત્યા
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં પોતાના સાથીને ઠાર મારવાના કારણે આતંકીઓ એક બાદ એક બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બિહારના રહેવાસી બે શ્રમિકોની હત્યા કરી હતી. મૃતકોની ઓળખ બિહારના નિવાસી રાજા અને જોગીનદાર તરીકે થઈ હતી. આ પહેલા શનિવારે પણ આતંકીઓએ પુલવામાં અને શ્રીનગરમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. શ્રીનગરમાં બિહારના રહેવાસી અરવિંદ કુમારને નિશાન બનાવવામાં આવ્યો હતો. જ્તારે, પુલવામાંમાં યુપીનો વતની સગીત અહેમદની હત્યા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...