દરોડા નકલી હતા?:આર્યનને ઢસડીને NCB ઓફિસે લઈ જનારો મનીષ ભાજપનો નેતા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂઝ કાંડમાં NCPના નેતા નવાબ મલિકનો ચોંકાવનારો આરોપ

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના વડા નવાબ મલિકે ચોંકાવનારો આરોપ મૂકતા ક્રૂઝ ડ્રગ્સ કાંડમાં વળાંક આવ્યો છે. મલિકે આરોપ મૂક્યો છે કે ગયા સપ્તાહે અરબી સમુદ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પાડેલા દરોડા નકલી હતા.

આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ઢસડીને એનસીબીની ઓફિસે લઈ જનારા મનીષ ભાનુશાળી અને કે.પી. ગોસાવી એનસીબીના અધિકારીઓ નહીં, પરંતુ ભાજપના પદાધિકારીઓ છે. મનીષ ભાનુશાળી 21 સપ્ટેમ્બરે દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે હતો.

એ પછીના દિવસે પણ તે ગાંધીનગરમાં ભાજપના મંત્રી સાથે હતો. ભાજપ એનસીબી થકી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મુંબઈ શહેરને બદનામ કરી રહ્યા છે. એનસીબીને ક્રૂઝ પરથી ડ્રગ્સ પણ મળ્યું નથી. જોકે, આ તમામ આરોપોને એનસીબીએ ફગાવી દીધા હતા.

મલિકે એક વીડિયો જાહેર કરતા કહ્યું કે આ વીડિયોમાં આર્યનને એક વ્યક્તિ પકડીને એનસીબી ઓફિસે લઈ જઈ રહી છે. આર્યન સાથે તેની સેલ્ફી પણ વાઈરલ થઈ છે. પછી કહેવાયું કે, તે એનસીબીનો અધિકારી નથી. જો તે એનસીબીનો માણસ ન હતો, તો આરોપીને ઢસડીને એનસીબીની ઓફિસે કેવી રીતે લઈ જઈ શકે?’

આ દરમિયાન મલિકે મનીષ ભાનુશાળીની સોશિયલ મીડિયા પ્રોફાઈલનો હવાલો આપતા કહ્યું કે, મનીષ પોતાને ભાજપ ઉપાધ્યક્ષ ગણાવે છે. એટલું જ નહીં, પોતાને પ્રાઈવેટ ડિટેક્ટિવ ગણાવનારો ગોસાવી પણ નકલી માણસ છે. તેની વિરુદ્ધ પૂણેમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા છે.

ઈવેન્ટ કંપનીના ચાર કર્મીને 14મી સુધી એનસીબીની કસ્ટડી
ક્રૂઝ પાર્ટી યોજનારી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ગોપાલ આનંદ, સમીર સહગલ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાને એનસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામને 14 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલાયા છે. આર્યન સહિત અન્ય ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછના આધારે એનસીબીએ મંગળવારે રાત્રે પવઈથી એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં કુલ 17 ધરપકડ થઈ ગઈ છે.

મુંબઈમાં 15 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ
મુંબઈ પોલીસે ડોંગરી વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની પાસેથી 15 કરોડનું હેરોઈન જપ્ત કરાયું છે. આ બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે.

ભાનુશાળી, ગોસાવી અમારા નવ પૈકીના બે સાક્ષી: NCB
આ દરમિયાન એનસીબીએ સ્પષ્ટતા કરી કે આ તમામ આરોપો પાયાવિહોણા છે. ક્રૂઝ પરથી જપ્ત સામગ્રીનું નિયમો પ્રમાણે પંચનામું કરાયું છે. મનીષ ભાનુશાળી અને કે.પી. ગોસાવી આ કેસમાં અમારા સાક્ષી છે. બંનેના નામ અમારા નવ સાક્ષીમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...