તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Manipur's 500 year old Mother's Market Reopens After 11 Months, The World's Only Female Shopper's Market

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મણિપુરનું 500 વર્ષ જૂનું મધર્સ માર્કેટ 11 મહિના પછી ફરી ખૂલ્યું, આ દુનિયાનું એકમાત્ર મહિલા દુકાનદારોનું બજાર

ઈમ્ફાલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈમ્ફાલમાં કોરોના પ્રસાર રોકવા માટે બંધ રહેલી 3600 દુકાનોના બજારની રોનક પાછી ફરી

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં એક જગ્યા છે, ઈમા કેથલ એટલે કે મધર્સ માર્કેટ. આ બજાર સોમવારે ફરી એકવાર 11 મહિના પછી ખૂલ્યું છે. આ બજારની ખાસિયત એ છે કે, અહીં તમામ દુકાનો મહિલાઓ ચલાવે છે. તેનો ઈતિહાસ 500 વર્ષથી પણ જૂનો છે. એ રીતે આ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત વિશ્વનું સૌથી મોટું બજાર પણ છે. અહીં 3600થી વધુ મહિલા વ્યવસાયીની દુકાનો છે.

આ બજારની કેટલીક મહત્ત્વની ખાસિયતો જણાવે છે બે બુદ્ધિજીવી. પહેલા- ઈબોયેઈમા લૈથાંગબમ અને બીજા રાજકુમાર કલ્યાણજીત સિંહ. તે બંને વ્યવસાયે લેખક છે. લૈથાંગબલના મતે, ઈમા કેથલમાં ત્રણ અલગ અલગ પરિસર છે. અહીં સ્થાનિક મણિપુરી ઉત્પાદનો, કપડાં વગેરે સહિત આશરે તમામ ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. એટલું જ નહીં, આ બજાર પુરુષોનું વર્ચસ્વ ધરાવતા સમાજમાં મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. આ સાથે બ્રિટીશ કાળથી જ આ વિભિન્ન સામાજિક મુદ્દા અને ગેરકાયદે ગતિવિધિ વિરુદ્ધના અભિયાનનું મુખ્ય કેન્દ્ર છે.

એવી જ રીતે, કલ્યાણજીત કહે છે કે ઈમા માર્કેટમાં પુરુષોના આવવા પર પ્રતિબંધ નથી. તેઓ ખરીદી કરી શકે છે, પરંતુ અહીં વ્યવસાયી તરીકે તેઓ રોકાઈ ના શકે. પરંપરાગત પોષાક પહેરેલી મણિપુરની મહિલાઓ અહીંની દુકાનોનું સંચાલન કરે છે. ક્યારેક તહેવારો અને કાર્યક્રમોનું પણ અહીં આયોજન થાય છે. અહીંની મહિલા વિક્રેતા એકબીજાની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. છેલ્લા 45 વર્ષમાં ઈમા કેથલમાં દુકાન ચલાવી રહેલા લૈશરામ મેમા કહે છે કે, ‘ગયા વર્ષે 21 માર્ચે જ્યારે દેશમાં લૉકડાઉન જાહેર કરાયું, ત્યારથી બજાર બંધ છે. ત્યાર પછી અમે દૈનિક વેતન ભોગી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા.’

બજાર બંધ થવાથી રૂ. 3,879 કરોડનું નુકસાન, હવે સરકાર કરે છે મદદ
એક સરવે પ્રમાણે, બજાર બંધ થવાથી અહીંની વ્યવસાયી મહિલાઓને આશરે રૂ. 3,879 કરોડનું નુકસા નથયું છે. બજાર ફરી ખૂલવા મુદ્દે મણિપુરના સીએમ બીરેન સિંહે જાહેરાત કરી કે, મહિલા વિક્રેતાઓને આ વર્ષના વેન્ડર લાયસન્સની ફીમાં છૂટ અપાશે. સરકારે 100થી વધુ વિક્રેતા માટે લોનની પણ વ્યવસ્થા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો