આવડત:મણિપુરમાં 20 વર્ષના યુવકે ઇલેક્ટ્રિોનિક ભંગારમાંથી ‘આયર્ન મેન સૂટ’ અને ‘રોબોટ’ બનાવ્યો

થાઉબલ3 વર્ષ પહેલા
  • પોલીસે પ્રેમની મહેનત જોઈને 10 હજાર રૂપિયા આપ્યા
  • પ્રેમ રોબોટ બનાવવાનું ઇન્ટરનેટ પરથી શીખ્યો

મણિપુરમાં 20 વર્ષના યુવકે પોતાની આવડત અને સૂઝબૂઝથી ઇલેક્ટ્રિોનિક વેસ્ટ અને કાર્ડબોર્ડમાંથી માર્વેલ સિરીઝનું આઇકોનિક કેરેક્ટર આયર્ન મેનનો સૂટ અને રોબોટ બનાવ્યો છે. નૂંગબમ પ્રેમ થાઉબલ જીલ્લાના હીરોક પાર્ટ-2 ગામમાં રહે છે. તેણે આયર્ન મેન બનાવવા માટે રેડિયો અને ટેલિવિઝનનો ઇલેક્ટ્રિોનિક વેસ્ટ ભેગો કર્યો હતો. 

પોતાના આ આયર્ન મેન વિશે પ્રેમે મીડિયાને કહ્યું કે, હું નાનપણથી એક રોબોટ બનાવવા માગતો હતો, વર્ષ 2015ની મારે આયર્ન મેનનો કોસ્ચ્યુમ બનાવવો હતો. આ બનાવવા પાછળ બીજું એક કારણ પણ હતું કે મણિપુરમાં માત્ર રોમેન્ટિક ફિલ્મો જ બને છે, આ ફિલ્મોમાં હવે સાયન્ટિફિક ઈફેક્ટ આપવાની જરૂર છે. આયર્ન મેનની રેપ્લિકા બનાવવા માટે હું વસ્તુઓ દુકાનમાંથી ખરીદી શકું તેમ નહોતું આથી મેં રેડિયો અને ટેલિવિઝનની દુકાન પરથી ઇલેક્ટ્રિોનિક વેસ્ટ ભેગું કર્યું હતું અને ઇન્ટરનેટ પરથી શીખ્યો. 

પોલીસે પ્રેમને પ્રોત્સાહન કરવા અને તેની મહેનત માટે 10 હજાર રૂપિયા આપ્યા. પ્રેમે આ આયર્ન મેન સૂટ બનાવવા માટે પોતાના નાના ભાઈને તૈયાર કર્યો ત્યારબાદ તેમણે ભંગારની દુકાનમાંથી ઇમર્જન્સી લેમ્પ, ઇલેક્ટ્રિોનિક રમકડાં, સિરીઝ અને સ્પિકર ફ્રેમ ભેગી કરી હતી. 

પ્રેમની માતાએ કહ્યું કે, સિંગલ માતા હોવાને લીધે હું પ્રેમ જે વસ્તુઓ જોઈએ છે તે ખરીદીને આપી શકતી નથી. ઘરની પરિસ્થિતિ જોઈને તેણે ઇલેક્ટ્રિોનિક વેસ્ટ ભેગું કર્યું. જ્યારે પ્રેમે આ સૂટનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો ત્યારે લોકો તેણે હજુ બીજી વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે અને ઘણાય તો તેને ઘરે મળવા પણ આવી રહ્યા છે.  હું તેને નાણાકીય મદદ કરી શકું તેમ નથી મને સરકાર પાસે આશા છે કે, તેઓ પ્રેમને આગળ ભવિષ્યમાં જરૂરી મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...