2021 હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત:મનહર ઉધાસ, કેતન મિસ્ત્રી, નીતિન વડગામાને પૂજ્ય મોરારિબાપુના હસ્તે એનાયત કરાશે આ પારિતોષિક

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવંગત હરીન્દ્ર દવે - Divya Bhaskar
દિવંગત હરીન્દ્ર દવે

સાહિત્ય અને પત્રકારત્વ એમ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ 2005થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે. વર્ષ 2021 માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવ્યાં, જેમાં પત્રકારત્વ માટે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રીની, સાહિત્ય માટે રાજકોટના કવિ નીતિન વડગામા અને કલા ક્ષેત્રની ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવનાર સ્વરકાર-ગાયક મનહર ઉધાસની પસંદગી કરવામાં આવી છે.

આ તમામ પારિતોષિક પૂજ્ય મોરારિબાપુના હસ્તે સોમવાર 19 સપ્ટેમ્બરે પ્રદાન કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા 51,000/- (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ દવે, ટ્રસ્ટીગણમાં કુન્દન વ્યાસ, રોહિત પટેલ, રમેશ પુરોહિત તથા નવનિયુક્ત ટ્રસ્ટી ગોપાલ દવે, હિતેન આનંદપરા, મુકેશ જોષી અને સ્નેહલ મુઝુમદાર ઉપસ્થિત રહેશે.

વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી
વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી
ગાયક મનહર ઉધાસ
ગાયક મનહર ઉધાસ
કવિ નીતિન વડગામા
કવિ નીતિન વડગામા
અન્ય સમાચારો પણ છે...