તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mangalasutra Pledged To Do Online Education For Children, Now Karnataka Government Will Form Support For This Family

મમતા:મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતી માતાએ બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે મંગળસૂત્ર ગીરવે મૂક્યું, કર્ણાટક સરકાર મદદ માટે આગળ આવી

એક વર્ષ પહેલા
  • કસ્તુરીએ મંગળસૂત્ર ગીરવે મૂકીને મળેલા રૂપિયામાંથી બાળકો માટે ટીવી ખરીદ્યું
  • તેની દીકરી નવમા ધોરણમાં ભણે છે અને દીકરો આઠમા ધોરણમાં ભણે છે
  • કસ્તુરી અને તેનો પતિ એમ બંને મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે

કોરોના ટાઈમમાં ગરીબ પરિવારો માટે ઓનલાઈન અભ્યાસ સૌથી વધારે મુશ્કેલ ભર્યો છે. આ પરિવાર બે ટકનું ભોજન માંડ મેળવે છે તેવામાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટની વ્યવસ્થા કરવી કપરી છે.

કર્ણાટકમાં રહેતી બે બાળકોની માતાએ કોવિડ-19 ટાઈમમાં પોતાના બાળકોનો અભ્યાસ ચાલુ રાખવા માટે મંગળસૂત્ર ગીરવે મૂકી દીધું હતું. બાળકોના ઓનલાઈન ક્લાસને ચાલુ રાખવા માટે માતાને આ કામ કરવું પડ્યું હતું.

આ મહિલાનું નામ કસ્તુરી છે. તે ગડગ જીલ્લાના નાગાપુર ગામની રહેવાસી છે. કસ્તુરીની દીકરી નવમા ધોરણમાં ભણે છે અને દીકરો આઠમા ધોરણમાં ભણે છે. મંગળસૂત્ર ગીરવી મૂકવા બદલ તેને 20 હજાર રૂપિયા મળ્યા. 14 હજાર રૂપિયામાંથી તેણે બાળકો માટે ટીવી ખરીદ્યું અને બાકી રહેલા રૂપિયા ઘર ખર્ચમાં વાપર્યા. કર્ણાટક સરકારે બાળકોને ટીવીના માધ્યમથી ભણવાનો નિર્ણય કર્યો છે જેથી સ્માર્ટફોન ન હોય તેવા બાળકો પણ ભણી શકે.

કસ્તુરીના બાળકોને પણ તેમના ટીચરે ટીવીના માધ્યમથી ભણવાનું કહ્યું. કસ્તુરી અને તેનો પતિ એમ બંને મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. કોરોનાને લીધે બંનેનું કામ બંધ છે. આથી અભ્યાસનો ખર્ચ તો ઠીક પણ ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. બાળકોને ભણાવવા તેમની પાસે રૂપિયા નથી કે કમાણીનું કોઈ સાધન પણ નથી.

ઓનલાઈન અભ્યાસમાં શરૂઆતના દિવસોમાં કસ્તુરી બાળકોને પડોશીને ત્યાં મોકલ્યા પણ રોજ આવી રીતે મોકલવા યોગ્ય ન લાગ્યું. કસ્તુરીએ કહ્યું કે, મારા બાળકોને પડોશીના ઘરે અભ્યાસ માટેની ચેનલ જોવી હતી જ્યારે અન્ય મેમ્બરને બીજી ચેનલ જોવી હતી. આ દરમિયાન મારા બાળકોનો અભ્યાસ છૂટતો ગયો.

બાળકોનો આ સંઘર્ષ કસ્તુરીથી જોઈ શકાયો નહિ તેણે ટીવી લેવાનો નિર્ણય કર્યો. તે ઈચ્છતી હતી કે બાળકો ઘરમાં રહીને કોઈ પણ અડચણ વગર અભ્યાસ કરી શકે. તેની પાસે બચતના રૂપિયા હતા નહિ. બાળકોના અભ્યાસ માટે કસ્તુરીએ પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકી દીધું.

કસ્તુરી હાલ ખુશ છે કે તેના બાળકોનો અભ્યાસ ચાલુ રહ્યો. કસ્તુરીના બાળકોને મંગળસૂત્રની વાત ખબર પડી તો તેમને ઘણું દુઃખ થયું. તેમણે માતાને વચન આપ્યું કે એક દિવસ ભણી ગણીને તેમના માટે સારું મંગળસૂત્ર ખરીદીને આપશે. આ સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા અને સરકારે કસ્તુરીની મદદ કરવાની ઘોષણા કરી. કોંગ્રેસના MLA ઝમીર અહમદે 50 હજાર રૂપિયા કસ્તુરીના પરિવારને આપ્યા, તો રાજ્યમંત્રી સીસી પાટીલને 20 હજાર રૂપિયા આપીને પરિવારની મદદ કરી. આ ઉપરાંત કસ્તુરીએ જેમની પાસે મંગળસૂત્ર ગીરવે મૂક્યું હતું તેમને કારણ ખબર પડી તો તે પરત કરી દીધું અને કહ્યું કે જ્યારે રૂપિયાની સગવડતા હોય ત્યારે બાકીની રકમ ચૂકવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...