• Gujarati News
  • National
  • Manager Shot Dead In Broad Daylight, Robbed Of Millions In Minutes, Shocking CCTV Of Co operative Bank

પૂણે:ધોળે દિવસે મેનેજરને ગોળી મારી, ગણતરીની મિનિટોમાં લાખોની લૂંટ, કો-ઓપરેટિવ બેંકના શૉકિંગ CCTV

9 દિવસ પહેલા

પુણેના જુન્નર વિસ્તારમાં બુધવારે એક કો-ઓપરેટિવ બેંકમાં ખુની ખેલ ખેલાયો. ધોળે દિવસે બે લૂંટારા બેંકમાં ઘૂસી ગયા અને બંદુકના નાળચે અઢી લાખ રુપિયા લૂંટી ફરાર થઈ ગયા. લૂંટનો વિરોધ કરી રહેલા બેંક મેનેજરને એક લૂંટારાએ ગોળી ધરબી દીધી,જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. લૂંટની ઘટના બેંકની અંદર અને બહાર લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ છે.

CCTV ફૂટેજમાં શું દેખાય છે?

જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં બે લૂંટારા એક બાઈક પર આવતા દેખાય છે. બંનેએ હેલમેટ પહેરેલા છે. બંને હાથમાં બંદૂક લઈ બેંકના કોન્ફરન્સ હોલમાં ઘૂસે છે, જ્યાં અનંત કો-ઓપરેટિવ બેંકના મેનેજર દશરથ ભોર એક મહિલા કર્મચારી સાથે વાતચીત કરી રહ્યા હતા. લૂંટારાઓએ પહેલા મેનેજરને પૈસા આપવા કહ્યું અને જ્યારે તેણે ના પાડી તો લૂંટારુએ તેને છાતીમાં ગોળી મારી દીધી. જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યા હતા. કોન્ફરન્સ હોલમાં હાજર મહિલા કર્મચારી આ જોઈને ડઘાઈ ગઈ હતી અને લૂંટારુઓ રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ માટે CCTV ચેક કરી રહી છે
આ મામલાની તપાસ કરી રહેલા પુણે ગ્રામીણ પોલીસના એસપી ડૉ. અભિનવ દેશમુખે કહ્યું કે બેંક કર્મચારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પુણે ગ્રામીણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી લૂંટારુઓની શોધખોળમાં લાગી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ હાઈવે પરથી ફરાર થયા હતા, જેથી પોલીસને તેમના વાહનનો નંબર મળી ગયો છે. હાલ વાહનનો નંબર સાચો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ બેંકના સીસીટીવી ફૂટેજ અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અહીં આવેલા લોકોના રેકોર્ડની તપાસ કરી રહી છે.

લોકોએ બેંકની બહાર હોબાળો મચાવ્યો હતો
ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...