તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત આંદોલનમાં આગનો ગોળો બની કાર:આગ લાગ્યા બાદ કાર લોક થઇ, બહાર ન નીકળી શકતા ખેડૂતોની સેવા કરનાર વૃદ્ધ ભડથું થયા

બહાદૂરગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

હરિયાણામાં દિલ્હી બોર્ડર પછી ભેગા થયેલા ખેડૂતોના કાફલમાં એક દુર્ઘટના બની ગઈ છે. મોડી રાતે આંદોલનમાં સામેલ એક સ્વિફ્ટ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે કારને આગનો ગોળો બનતા વાર ન લાગી. આ ઘટનામાં કારમાં સુઈ રહેલા વૃદ્ધનું મોત થયું છે.

જેમ તેમ કરીને ખેડૂતોએ આગ બુઝાવી, પણ આગ લાગવાથી ગાડીનું સેન્ટર લોક લાગી ગયું, જેના લીધે ખેડૂતને બહાર ન કાઢી શકાયો. મળતી માહિતી પ્રમાણે, વૃદ્ધ ખેડૂત ટ્રેક્ટર મિસ્ત્રી હતો અને આંદોલનમાં જોડાઈ રહેલા ખેડૂતોને ફ્રીમાં સર્વિસ આપી રહ્યો હતો.

મૃતકની ઓળખ 65 વર્ષના ટ્રેક્ટર મિસ્ત્રી જનકરાજ તરીકે થઈ છે. તે પંજાબના બરનાલા જિલ્લાના ધનોલા ગામના રહેવાસી હતા. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને કારને કબજામાં લીધી અને કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.