કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક વ્યક્તિએ બેન્કમાં આગ લગાડી દીધી છે. બેન્કે તેની લોન રિજેક્ટ કરી હતી, તે પછી તેણે આ પગલુ ભર્યું હતું. આરોપીનું નામ હજરતસાબ મુલ્લા છે અને તે રતિહલ્લીનો રહેવાસી છે.
રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, વસીમે કેનેરા બેન્કની હેદુગોંડા બ્રાન્ચમાં લોન માટે એપ્લિકેશન કરી હતી, જોકે તેનો CIBIL(ક્રેડિટ ઈન્ફ્રોમેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ )સ્કોર ઓછો હોવાના કારણે તેની એપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવી હતી. લોન રિક્વેસ્ટ રિજેક્ટ થયા પછીથી વસીમ ગુસ્સામાં શનિવારે બેન્કમાં પહોંચ્યો હતો. તેણે એક બારી ખોલી અને બેન્કમાં પેટ્રોલ છાટ્યું હતું. તે પછીથી તેણે બેન્કમાં આગ લગાવી દીધી હતી. બેન્કની પાસેથી પસાર થતા લોકોએ પોલીસ અને ફાયર-બ્રિગેડને આ ઘટના અંગે માહિતી આપી હતી.
સળગી ગયો 12 લાખ રૂપિયાનો સામાન
પોલીસે જણાવ્યું કે આગ લાગવાથી લગભગ 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પાંચ કમ્પ્યુટર, પંખા, લાઈટ, પાસબુક પ્રિન્ટર, કેશ કાઉન્ટિંગ મશીન, દસ્તાવેજ, CCTV સહિત કેશ કાઉન્ટર્સને નુકસા થયું છે. પોલીસે આરોપી વસીમની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ કગીનેલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
શું છે CIBIL સ્કોર?
CIBIL સ્કોર ત્રણ અંકનો એક નંબર હોય છે, જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને રેટિંગ જણાવે છે. તે 300થી 900ની વચ્ચે હોય છે. જેટલો વધુ તમારો ક્રેડિટ સ્કોર હશે, તેટલું સારુ ક્રેડિટ રેટિંગ માનવામાં આવશે. વધુ ક્રેડિટ સ્કોરનો અર્થ એ છે કે તમને લોન સરળતાથી મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.