ઘરેલુ કંકાસે પરિવાર જ ખતમ કરી દીધો:MPના અનૂપપુરમાં પૈસાના વિવાદમાં પોતાના જ ભાઈ, ભાભી અને ભત્રીજાને જીવતા સળગાવ્યા, પોતે પણ ફાંસી લગાવી લીધી

અનૂપપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપકના રૂમમાં કોલસાથી લખાયેલું આ લખાણ મળ્યું છે. - Divya Bhaskar
દીપકના રૂમમાં કોલસાથી લખાયેલું આ લખાણ મળ્યું છે.

મધ્યપ્રદેશના ધનગવા ગામમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પારિવારિક કંકાસના કારણે પોતાના સગા ભાઈ, ભાભી, એક ભત્રીજા અને એક ભત્રીજીને જીવતા સળગાવી દીધા. આ ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીએ પોતે ફાંસી લગાવી લીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ભત્રીજો શહડોલ જિલ્લા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. બનાવ રાતના દોઢથી બે વાગ્યા વચ્ચે બન્યો છે. પોલીસે બનાવમાં કેસ નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

મરનારમાં ઓમકાર છોટેલાલ વિશ્વકર્મા (40), કસ્તૂરિયા ઓમકાર વિશ્વકર્મા (35), નિધી (16) (ઓમકારની પુત્રી)નો સમાવેશ થાય છે. ઓમકાર વિશ્વકર્માના પુત્ર આશીષ (17)ને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આરોપી દીપક છોટેલાલ વિશ્વકર્માએ ફાંસી લગાવી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે ગામમાં છોટેલાલાના ત્રણ પુત્રો ઓમકાર વિશ્વકર્મા, ચેતરામ અને દિપીક એકજ ઘરમાં રહેતા હતા. જેમા દીપક બધાથી નાનો હતો. તે પોતાનો અલગ બિઝનેસ કરી રહ્યો હતો અને તે કુંવારો હતો. તેને ગેરેજ ખોલવા માટે બન્ને ભાઈઓએ એક વર્ષ પહેલા તેને બેંકમાંથી રૂ. 10 લાખની લોન આપી હતી. દીપકે પોતાનો બિઝનેસ પણ શરૂ કરી દીધો છે. પરંતુ લોનનો હપ્તો સમયસર જમા કરવાને લઈને બન્ને વચ્ચે વિવાદ ચાલતો હતો.

ઘટના સ્થળે પહોંચીને પોલીસ પણ ચોકી ગઈ હતી.
ઘટના સ્થળે પહોંચીને પોલીસ પણ ચોકી ગઈ હતી.

રાતના દોઢ વાગ્યે મોતનું તાંડવ
રાતના દોઢ વાગ્યે ઓમકાર વિશ્વકર્મા પોતાની પત્ની કસ્તૂરિયા, પુત્રી નિધિ રૂમમાં ઊંધી રહ્યા હતા. આરોપી દીપકે ભાઈની રૂમમાં દરવાજાની નીચેથી પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી. ત્યાર પછી દીપકે આશીષના રૂમમાં પણ પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી. આગ લગાવતી વેળાએ તે પણ દાઝી ગયો હતો. બૂમો સાંભળીને ચેતરામ અને બાકીનો પરિવાર પણ જાગી ગયો. તેઓએ જોયું તો આખા ઘરમાં આગ લાગેલી હતી. ડરતા ડરતા તેઓએ પરિવારને બહાર કાઢ્યો. આશીષના રૂમનો દરવાજો ખોલીને તેને પણ બહાર કઢાયો.

પોતે પણ ફાંસી લગાવી લીધી
આગ પછી કોઈ બહાર ન જઈ શકે તે માટે બહારથી દરવાજાને બંધ કરી લીધો હતો. ત્યાર પછી પોતાની રૂમમાં જઈને ગળેફાસો ખાઈ લીધો. દીપકે ઘર બહાર રાખેલી બાઈકને પણ આગ લગાવી લીધી હતી. આગ જોઈને ગામના લોકો પણ દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. લોકોએ પોલીસને જાણ કરી હતી

આરોપીએ ઘર બહાર રહેલી બાઈકમાં પણ આગ લગાવી દીધી હતી.
આરોપીએ ઘર બહાર રહેલી બાઈકમાં પણ આગ લગાવી દીધી હતી.

દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી
ગુરૂવારે ઘટના સ્થળે SP એમએલ સોલંકી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસ પણ ઘરના દ્રશ્યો જોઈને હતપ્રભ થઈ ગઈ. ઘર સંપૂર્ણ રીતે સળગી ગયું હતું. ઘટના સ્થળે માત્ર હાડકાઓ અને રાખ વધ્યા હતા. પોલીસે આ વસ્તુઓ એકઠી કરીને તપાસ માટે મોકલ્યા છે.

દીવાલ પર લખ્યું- હત્યાનું કારણ
દીપકના રૂમમાં દીવાલ પર કોલસાથી કંઈક લખાયું હતું, જેનાથી આ હત્યાકાંડનું કારણ જણાવવામાં આવ્યું હતું. દીવાલ પર લખ્યું હતું કે, "ચેતરામની સાથે મળીને જુગ્ગા તેના ઘરમાંથી ભાગી રહ્યો હતો. તારૂ અહીં કંઈ જ નથી. તેઓ જુગાર રમવાનો પણ આરોપ લગાવી રહ્યાં હતા."

બંને ભાઈઓ વચ્ચે થયો હતો વિવાદ
દીવાલ પર લખેલી આ નોટને લઈને એસપી એમએલ સોલંકીનું કહેવું છે કે દીપકના પોતાના ભાઈ ઓમકારની સાથે સારા સંબંધ ન હતા. બંનેમાં પૈસાને લઈને વિવાદ થયો હતો. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હતું કે શક્ય છે કે દીપકે જ આ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેમ છતાં અન્ય એન્ગલને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...