બિહારના નવાડામાં કોબ્રા સાપે યુવાનને ડંખ માર્યો. જેથી તેનું મોત નિપજયું. યુવક કોબ્રાને પકડીને ખેલ બતાવતો હતો. ક્યારેક તે તેની ફેણને ચુમતો, તો ક્યારેક તેની સામે માથું નમાવતો. આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. ઝેરીલા સાપ સાથે રમતા યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે યુવક ગળામાં કોબ્રાને લટકાવીને ચાલી રહ્યો છે. પછી તે કરતબ દેખાડવા લાગ્યો. કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
આ મામલો જિલ્લાના ગોવિંદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હર નારાયણપુર ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હર નારાયણપુર ગામના રહેવાસી દેવચરણ યાદવનો 35 વર્ષીય પુત્ર દિલીપ કુમાર સાપ પકડતો હતો. વિસ્તારમાં એક વ્યક્તિના ઘરમાં સાપ હોવાની માહિતી મળતાં જ તે ત્યાં પહોંચી ગયો. સાપને પકડ્યા પછી તેણે તેની સાથે રમવાનું શરૂ કર્યું. લોકોને સાપ સાથેનો કરતબ બતાવા લાગ્યો. જે દરમિયાન સાપે તેને ડંખ માર્યો.
ઘટના બાદ સ્થાનિક લોકોએ સાપને પકડીને બરણીમાં બંધ કરી દીધો. જ્યારે આ યુવકને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યો. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારી સારવાર માટે નવાડા ખાતે રીફર કર્યો હતો. પરંતુ સદર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવકના ગળામાં સાપ લટકી રહ્યો છે અને આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.