બિહારના મધુબનીમાં માત્ર 2 કેરી ચોરી કરવાને કારણે એક વ્યક્તિએ બે બાળકને નિર્દયતાથી માર માર્યો. સજા આપનાર ક્રુર વ્યક્તિએ બંને બાળકોના હાથ-પગ એક દોરડાં વડે બાંધીને માર્યા એટલું જ નહીં તેમના શરીર પર મધપૂડા પણ ફેંક્યા. ઘટનાનો વીડિયો પણ બનાવ્યો જે હાલ સામે આવ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે બંને બાળકો માફી માટે કરગરી રહ્યાં છે તેમ છતાં તેના મોઢા પર મધપૂડા ફેંકવામાં આવે છે. તેમના શરીર પર કપડાં પણ નથી. મધુમાખીઓ તેમના શરીર પર ચિપકેલી જોવા મળે છે. રડતાં-કગડતાં બાળકોને જોઈને મારનાર વ્યક્તિના ચહેરા પર મુસ્કાન જોવા મળે છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળે છે, જે રડતાં બાળકો જોઈને અટ્ટહાસ્ય કરી રહી છે.
આ વીડિયો વાસુદેવપુર ગામનો છે. લૌકાહાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે વાસુદેવપુરના ચોકીદાર અને સરપંચને વીડિયો મોકલી દેવાયો છે. આ વીડિયોની પુષ્ટિ થયા બાદ કાર્યવાહી થશે. જો કોઈ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો આરોપીને પકડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.