તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata's Candidature Announced From Bhawanipur, In Opposition To BJP Elections; Organized At Three Meetings Including Bhawanipur

પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી:મમતા ભવાનીપુરથી લડશે, ત્રણ બેઠક પર ચૂંટણીનું આયોજન; ચૂંટણીના વિરોધમાં ભાજપ

કોલકાતા22 દિવસ પહેલા
ડુરંડ કપના ઉદઘાટન વખતે ફૂટબોલ રમતાં દેખાયાં મુખ્યમંત્રી મમતા બેનર્જી.

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણીની જાહેરાતના એક દિવસ પહેલાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. બંગાળની ભવાનીપુર સહિતની ત્રણ બેઠક પર પેટાચૂંટણી માટે સોમવારે નોટિફિકેશન જાહેર થવાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નંદીગ્રામથી મમતાના પરાજય બાદ સોવનદેવ ચટ્ટોપાધ્યાયે ભવાનીપુર બેઠક મમતા માટે છોડી દીધી હતી. આ બેઠક પરથી મુખ્યમંત્રી 2011થી બે વખત જીતી ચૂક્યાં છે, જોકે ભાજપે ચૂંટણીનો વિરોધ કર્યો છે.

ચૂંટણી યોગ્ય સમયે યોજોઃ ભાજપ
વિપક્ષના નેતા અને નંદીગ્રામમાં મમતાને હરાવનારા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે રાજ્યના મુખ્ય સચિવે ચૂંટણીપંચને લખ્યું છે કે જો ભવાનીપુરમાં પેટાચૂંટણી નહીં યોજાય તો રાજ્યમાં બંધારણીય સંકટ સર્જાશે. તે આ લખી ના શકે. અમે તેને એક મુદ્દો બનાવીશું. શું ચૂંટણીપંચ જણાવશે કે દેશમાં 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી કેમ નથી યોજાઈ રહી? ભાજપે કહ્યું હતું કે એવું કયું બંધારણીય સંકટ આવી રહ્યું હતું, જેને કારણે ફક્ત બંગાળમાં જ ચૂંટણી યોજવામાં આવી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી યોગ્ય સમયે જ યોજાય.

ત્રણ બેઠક પર બંગાળમાં પેટાચૂંટણી
ખરેખર મમતા ક્યાંયથી ધારાસભ્ય નથી અને તેમને મુખ્યમંત્રીપદે રહેવા માટે પાંચ નવેમ્બર સુધી(પદ સંભાળ્યાના છ મહિનામાં) વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવું જરૂરી છે. પંચે ભવાનીપુર સહિત બંગાળમાં ત્રણ અને ઓડિશાની એક બેઠક પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. અહીં 30 સપ્ટેમ્બરે મતદાન યોજાશે અને ત્રણ ઓક્ટોબરે મતગણતરી થશે. જ્યારે 31 વિધાનસભા ક્ષેત્રો અને ત્રણ સંસદીય ક્ષેત્રોમાં પેટાચૂંટણી ટાળવામાં આવી છે.

મમતાને હરાવનારા સુવેન્દુ અધિકારીને બોડી ગાર્ડના મૃત્યુ મામલે સમન્સ
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને સીઆઈડીએ સમન્સ પાઠવ્યું છે. આ મામલો ત્રણ વર્ષ પહેલાં બોડીગાર્ડના શંકાસ્પદ મૃત્યુના કેસ સંબંધિત છે. રાજ્યની સીઆઈડી આ કેસની તપાસ કરી રહી છે. સીઆઈડીએ સુવેન્દુને સોમવારે હેડક્વાર્ટરમાં હાજર થવા નિર્દેશ આપ્યો છે. મમતાના નજીકના રહી ચૂકેલા અને હવે ભાજપના ધારાસભ્ય સુવેન્દુના પૂર્વ મિદનાપુર સ્થિત ઘરે પણ સીઆઈડી તપાસ કરી ચૂકી છે. ભાજપના નેતાએ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને ચૂંટણીમાં પરાજય આપ્યો હતો. સીઆઈડીએ આ મામલે અત્યારસુધી 11 પોલીસકર્મી સહિત 15 લોકોની પૂછપરછ કરી છે. સુવેન્દુ અધિકારીની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મી શુભબ્રત ચક્રવર્તીએ તેમના બંગલા પર જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જ્યારે તે તેમની સુરક્ષામાં તહેનાત હતો ત્યારે તેઓ સાંસદ હતા.

અન્ય સમાચારો પણ છે...