તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata's Big Political Game To Save The CM's Chair, Will Now Send A Proposal To The Center

બંગાળમાં વિધાન પરિષદને મંજૂરી:CMની ખુરસી બચાવવા માટે મમતાની મોટી રાજકીય રમત, હવે કેન્દ્ર સમક્ષ મોકલશે પ્રસ્તાવ

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ચૂંટણી લડ્યા વગર જ મુખ્યમંત્રી પદે બની રહેવા માટે મોટી રાજકીય રમત રમી છે. રાજ્ય વિધાનસભામાં મંગળવારે વિધાન પરિષદના ગઠનનું બિલ પસાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તૃણુમૂલ કોંગ્રેસ (TMC)એ વિધાનસભામાં આ પ્રસ્તાવને રજૂ કર્યું હતું. પ્રસ્તાવના પક્ષમાં 196 ધારાસભ્યોએ મત આપ્યા, જ્યારે 69એ તેનો વિરોધ કર્યો.

નંદીગ્રામમાંથી હાર્યા બાદ 6 મહિનામાં કોઈ સીટ પર મમતાએ જીતવું જરૂરી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાના કટ્ટર હરીફ ગણાતા ભાજપના શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. જે બાદ પણ મમતાએ 4 મેનાં રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા. બંધારણના નિયમ મુજબ, હવે મમતાએ 6 મહિનાની અંદર રાજ્યની કોઈ સીટ પરથી પેટાચૂંટણીમાં જીત મેળવવી જરૂરી છે.

મમતા બેનર્જીએ રાજ્યની કમાન સંભાળ્યાને 14 દિવસની અંદર જ રાજ્ય વિધાનસભાના ઉચ્ચ ગૃહ વિધાન પરિષદ બનાવવાના કેબિનેટના નિર્ણયને મંજૂરી આપી દીધી હતી. જે બાદ એવી અટકળો લગાડવામાં આવી રહી છે કે તેઓ વિધાન પરિષદના સભ્ય બની પોતાની ખુરસી બચાવી લેશે. જો કે વિધાન પરિષદ ઉપરાંત મમતા પાસે ભવાનીપુરમાંથી પેટાચૂંટણી લડશે તેવો પણ વિકલ્પ છે. ભવાનીપુર મમતાની પારંપરિક સીટ છે.

ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને આ આધારે જ હટાવવા પડ્યા
આ સ્થિતિ તીરથ સિંહ રાવતે પણ કરી હતી. તેઓ સાંસદ હોવા છતા રાજ્યના CM બનાવવામાં આવ્યા હતા, તેઓ વિધાનસભાના સભ્ય ન હતા તેથી પાર્ટીએ તેમની પાસેથી 2 જુલાઈનાં રોજ રાજીનામું અપાવી દીધું. ઉત્તરાખંડ વિધાનસભાનો 5 વર્ષનો કાર્યકાળ 17 માર્ચ 2022નાં રોજ પુરો થઈ રહ્યો છે.

એટલે કે અહીં આગામી વર્ષે ફેબ્રુઆરી 2022માં વિધાનસભા ચૂંટણી યોજાશે. એવામાં અહીં પેટાચૂંટણીની કોઈ શક્યતા ન હતી. તેથી રાવતની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ જ વિકલ્પ ન હતો. આ ઘટના પછી એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી કે મમતા બેનર્જીને પણ બંગાળમાં આ આધારે જ હટાવવામાં આવી શકે છે. જો કે ઉત્તરાખંડ જેવી બંગાળમાં પેટાચૂંટણીને લઈને કોઈ બંધારણીય બાધ્યતા નથી,અહીં પેટાચૂંટણી કરાવવામાં આવી શકે છે.

કેન્દ્રમાંથી બિલ પાસ કરાવવું મમતા માટે મુશ્કેલ
રાજ્ય વિધાનસભામાંથી વિધાન પરિષદના ગઠનનું બિલ પસાર થયા બાદ મમતા બેનર્જી માટે સૌથી મુશ્કેલી તે થશે તેને હવે કેન્દ્ર સરકાર સમક્ષ મોકલવામાં આવશે. બંધારણના અનુચ્છેદ 169 અંતર્ગત પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદના ગઠનનો અધિકાર આપવામાં આવ્યો છે. વિધાન પરષિદના નિર્માણ માટે બિલને સંસદ સમક્ષ રજૂ કરવાનું જરૂરી હોય છે. સાથે જ તેના માટે રાષ્ટ્રપતિની સહમતિની પણ આવશ્યકતા હોય છે. સંસદમાં ભાજપ બહુમતીમાં છે તેથી મમતાના અનેક પ્રયાસો છતાં પણ તેને પાસ નહીં કરાવી શકે. જો કે જો ભાજપને તે મનાવવામાં સફળ થશે તો તેમનો માર્ગ આસાન બનશે.

બંગાળમાં થઈ શકે છે 98 સીટ
વિધાન પરિષદની પાસે વિધાનસભાની કુલ સીટની એક તૃતિયાંશથી વધુ ન હોવી જોઈએ. એવામાં પરિષદની પાસે વધુમાં વધુ 98 સીટ હોય શકે છે. સભ્યોમાંથી એક તૃતિયાંશના સભ્ય ધારાસભ્યો દ્વારા ચૂંટવામાં આવશે, જ્યારે અન્ય એક તૃતિયાંશ સભ્યો જિલ્લા પરિષદ, નગર પરિષદ અને સ્થાનિક પરિષદ દ્વારા ચૂંટવામાં આવશે. સરકાર દ્વારા પરિષદમાં સભ્યોને નોમિનેટ કરવાની પણ જોગવાઈ હશે. રાજ્યસભાની જેમ જ તેમાં પણ એક સભાપતિ અને એક ઉપાધ્યક્ષ હોય છે. સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જરૂરી છે. તેમનો કાર્યકાળ 6 વર્ષનો હશે. રાજ્યપાલ પણ કેટલાંક સભ્યોને નોમિનેટ કરી શકે છે.

બંગાળમાં 1952માં વિધાન પરિષદ હતું
બંગાળના પહેલાં મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયે 1952માં વિધાન પરિષદનું ગઠન કર્યું હતું, જે 1969 સુધી યથાવત રહ્યું. પરંતુ બીજી સંયુક્ત મોર્ચા સરકારે તેને સમાપ્ત કરી દીધું હતું. બંગાળના અંતિમ વિધાન પરિષદમાં 75 સભ્યો હતા, જેમાંથી 9ને રાજ્યપાલ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.