તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Will Give Dal rice, Vegetables And Eggs To The Poor For Five Rupees; Mother's Cooking Started In Kolkata

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં હવે ફુડ પોલિટિક્સ:પાંચ રૂપિયામાં ગરીબોને દાળ-ચોખા, શાક અને ઈંડા આપશે મમતા; કોલકાતામાં શરૂ થઈ માતાની રસોઈ

કોલકાતા19 દિવસ પહેલા
મમતા બેનર્જીએ હાલમાં જ બીરભૂમ જિલ્લાના શાંતિ નિકેતનમાં એક આદિવાસી ગામમાં ગયા હતા. જ્યાં તેઓએ એક આદિવાસી મહિલાની દુકાન પર શાક બનાવ્યું હતું. - Divya Bhaskar
મમતા બેનર્જીએ હાલમાં જ બીરભૂમ જિલ્લાના શાંતિ નિકેતનમાં એક આદિવાસી ગામમાં ગયા હતા. જ્યાં તેઓએ એક આદિવાસી મહિલાની દુકાન પર શાક બનાવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં લોહિયાળ સંઘર્ષ, પક્ષપલટો, શાબ્દિક પ્રહારો પછી હવે ફુડ પોલિટિક્સની પણ શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે માતાની રસોઈ યોજનાની શરૂ કરી. તે અંતર્ગત માત્ર 5 રૂપિયામાં ગરીબોને બપોરે ભરપેટ ભોજન આપવામાં આવશે. મેન્યૂમાં દાળ-ચોખા અને શાકભાજીની સાથે ઈંડા પણ સામેલ છે.

સ્કીમનું નામ તૃણુમૂલ કોંગ્રેસના નારામાં માતા, માટી અને માનુષથી લેવામાં આવ્યું છે. મમતાએ કહ્યું કે રાજ્ય સરકાર પ્રત્યે પ્લેટ પર 15 રૂપિયાની સબસિડી આપશે. તેઓએ કહ્યું કે સ્વયં સહાયતા ગ્રુપ દરરોજ બપોરે 1 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રસોઈનું સંચાલન કરશે. ધીમે-ધીમે રાજ્યમાં દરેક જગ્યાએ આવા રસોઈ ઘર બનાવવામાં આવશે. તમિલનાડુમાં પણ આ રીતે જ અમ્મા કેન્ટિનના નામથી તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાએ એક યોજના શરૂ કરી હતી.

શાહ અને નડ્ડાએ દલિતના ઘરે ભોજન કર્યું હતું
આ પહેલાં ભાજપના ચૂંટણી અભિયાન દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ ગરીબોના ઘરે ભોજન કરતા જોવા મળ્યા હતા. 5 નવેમ્બરે બાંકુડા જિલ્લાના ચતુર્થી ગામમાં અનુસૂચિત જાતિના લગભગ 350 લોકોની વચ્ચે શાહે એક દલિત પરિવારને ત્યાં ન માત્ર દિવસનું ભોજન લીધું પણ પરિવારની સાથે ફોટો પણ પડાવ્યો હતો. બંગાળના બે દિવસની પોતાની યાત્રા સમયે શાહે ઉત્તર 24 પરગનામાં એક મટુઆ પરિવારની સાથે ભોજન પણ કર્યું હતું.

મમતાએ એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં સાઈયક આપી હતી.
મમતાએ એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં સાઈયક આપી હતી.

જાતિઓને જોડવાના લ્હાયમાં બંને પક્ષ
બંગાળમાં SC-STની વસ્તી રાજ્યની કુલ વસ્તીના 28% છે. તો મટુઆ કોમ્યુનિટીની વસ્તી 17.4% છે. એવામાં બંને પક્ષ આ જાતિઓને જોડવાની લ્હાયમાં છે. બાંકુડા, પશ્ચિમ મિદનાપુર, ઝારગ્રામ, પુરુલિયા અને બીરભૂમમાં SC-STના પ્રભાવવાળા ક્ષેત્ર છે. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો અહીની 56માંથી 35 સીટ પર ભાજપને ઘણો જ લાભ થયો હતો.

મુટઆ સમુદાયની 50 વિધાનસભા સીટ પર પ્રભાવ
મટુઆ એક પ્રભાવશાળી હિંદુ દલિત જાતિ છે. જેમની લગભગ 50 વિધાનસભા સીટ પર અસર જોવા મળે છે. પશ્ચિમ બંગાળની 10 કરોડની વસ્તીમાં તેનો હિસ્સો 17.4 ટકા ભાગીદારી છે. આ જાતિ મૂળરૂપે પૂર્વી પાકિસ્તાનની રહેવાસી હતી, જે દેશના ભાગલા સમયે અહીં આવીને વસી ગયા હતા.

રાજ્યની 294માંથી 85 સીટ SC-ST માટે રિઝર્વ
બંગાળની 294 વિધાનસભા સીટમાંથી SC માટે કુલ 69 સીટ રિઝર્વ છે. તો ST માટે 16 સીટ. એવામાં કુલ 85 સીટ પર SC-STની ભૂમિકા મહત્વની રહે છે. લોકસભા ચૂંટણીમાં 12 સીટ રિઝર્વ છે. તેમાંથી ભાજપે અહીં સાત સીટ પર જીત મેળવી હતી. તો મમતાની પાર્ટીના પાંચ સાંસદ વિજયી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો