તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mamata Will Be Sworn In As CM Today At 10:45 Am, Inviting Sourav Ganguly And Dilip Ghosh; Cabinet On 6 Or 7 May

પહેલીવાર કોઈ CMને શપથમાં ટકોર:મમતાએ ત્રીજી વાર બંગાળના CMના શપથ લીધા, રાજ્યપાલ ધનખડે કહ્યું- રાજ્યમાં ચાલતી હિંસા બંધ થવી જોઈએ

5 મહિનો પહેલા
મમતા બેનર્જીએ બુધવારના રોજ 10:50 વાગ્યે શપથ લીધી હતી.

મમતા બેનર્જીએ બુધવારના રોજ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવ્યા હતા. મમતાના મંત્રીમંડળના લોકો 6 મેના રોજ શપથ લેશે, દીદીનો આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો.

શપથ ગ્રહણમાં આશ્ચર્ય જનક વાત એ હતી કે, રાજ્યપાલની ચેતવણી અને મમતાનું રિએક્શન. શપથગ્રહણ પછી રાજ્યપાલ જગદીશ ધનખડે મમતાને સમજાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા તુરંત બંધ થવી જોઈએ. ત્યારપછી મમતાએ કહ્યું કે, અત્યારે રાજ્યની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હતી, હવે હું નવી વ્યવસ્થા શરૂ કરીશ.

બંગાળમાં ચાલુ હિંસા મુદ્દે સીએમ અને રાજ્યપાલ બંને બોલ્યા
મમતાએ શપથ ગ્રહણ પછી કહ્યું કે, અત્યારે પ્રાથમિકતા કોવિડ સામે લડાઈ જીતવામાં છે. તેમણે બંગાળમાં ચાલતી હિંસા વિશે કહ્યું કે, બંગાળની જનતા હિંસા પસંદ નથી કરતી. હિંસા ફેલાવનાર લોકોને છોડવામાં નહીં આવે. આજ પછી હિંસાની ઘટના ના થવી જોઈએ. રાજ્યપાલ જગદીશ ધનખડે કહ્યું કે, આશા છે કે, મમતા બેનરજી બંધારણનું પાલન કરશે. અમે ઈચ્છીએ છીએ કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન થાય અને આ હિંસા તુરંત બંધ થવી જોઈએ.

શપથ લીધા પછી દીદી રાજ્ય સચિવાલય જવા માટે નીકળી ગયા હતા. મમતાની શપથવિધિમાં BCCIના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની સાથે પ્રશાંત કિશોર, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, લેફ્ટિસ્ટમાંથી બિમાન બોસને પણ આમાંત્રણ આપવામાં આવ્યું હતું.

દીદી ત્રીજીવાર CM બન્યા
મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM તરીકે શપથ લઈ લીધી છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

કોંગ્રેસ લેફ્ટ પછી, TMCનું શાસન સૌથી વધારે
બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.

લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહી છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું છે.

રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી
મમતા બેનર્જીને 3 મેના રોજ પાર્ટી વિધાયક સંઘના નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા પછી મમતાએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ કાર્યક્રમ સામાન્ય રાખવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે દેશ જ્યાં સુધી કોરોના વિરૂદ્ધની લડત નથી જીતી લેતું ત્યાં સુધી તેઓ ઉજવણી કરશે નહીં. આ ચૂંટણીમાં TMCને 214 બેઠક પ્રાપ્ત થઈ છે. 3 મેના રોજ મમતા બેનર્જીએ રાજ્યપાલ સાથે બેઠક કરી હતી.

રાજકીય હિંસાના પગલે ભાજપે ઘેર્યા
2 મેના રોજ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને TMC ફરી એકવાર સત્તામાં આવ્યું છે. જોકે, પરિણામ પછી ઘણા વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું હતું. જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા. ભાજપની ઓફિસ અને કાર્યકર્તાઓની દુકાનમાં પણ ચોરી અને આગચંપી કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ભાજપ સુપ્રીમ કોર્ટમાં પહોંચી, PMએ પણ ચિંતા વ્યક્ત કરી
ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થાનું સંતુલન જાળવવા માટે કેન્દ્રના દળો ત્યાં ગોઠવવાની પણ માંગ કરી હતી. તેની સાથે આ હિંસાની તપાસ CBIને સોંપવાની પણ માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે હિંસાનો શિકાર બનેલા ભાજપના કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં થઈ રહેલી ઘટનાઓનો વિરોધ પણ પ્રગટ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ પણ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે કાયદાકીય વ્યવસ્થા અંગે ચિંતા પ્રગટ કરી હતી. રાજ્યમાં ભાજપના 300 કાર્યકર્તાઓ અને નેતાઓએ અસમમાં સ્થળાંતર કર્યું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓના પગલે મમતા બેનર્જી રાજકીય રીતે ઘેરામાં સપડાઈ ગયા હોય એમ જણાઈ રહ્યું છે. જોકે, તેઓએ રાજકીય શાંતિ બનાવી રાખવા માટે લોકોને અપિલ કરી હતી અને પોતાના કાર્યકર્તાઓ પર પણ હુમલાઓ થયા હોવાની વાત ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...